તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કચ્છ વિકાસશીલ બન્યું, હવે 5 વર્ષમાં વિકસીત બનશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ ચેમ્બર દ્વારા બીજી ટર્મ માટે ચૂંટાયેલા સંસદસભ્યના સન્માનના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સન્માન સમારોહમાં ચેમ્બરના પ્રમુખે સંસદ સભ્યની બીજી ટર્મમાં કચ્છ પાઘડીના ભારથી કચ્છને સિંગાપુર બનાવવા સંસદ સભ્ય તરીકે યોગદાન આપશે તેવો વિશ્વસ વ્યક્ત કરી સંકુલના ટ્રાન્સફર ફી, ટોલનાકાની સમસ્યા વગેરે પ્રશ્નો રજૂ કર્યા હતા. જ્યારે સંસદ સભ્યે કચ્છ વિકાસશીલ બન્યું છે અને હવેના પાંચ વર્ષમાં વિકસીત બનશે તેવી ઇચ્છા પ્રગટ કરી હતી. આજના કાર્યક્રમમાં અગ્રણી સંસ્થાઓ, જુદા જુદા મંડળો, સંગઠનો હાજર રહ્યા હતા અને સંસદ સભ્યનું સન્માન કર્યું હતું.

ચેમ્બરના પ્રમુખ દિનેશ ગુપ્તાએ આ પ્રસંગે સાંસદનું શાબ્દીક અભિવાદન અને સ્વાગત કરતા જણાવ્યું હતું કે, તેઓ બીજી ટર્મમાં કચ્છી પાઘડીના ભારથી કચ્છને સિંગાપુર બનાવવા સંસદ સભ્ય તરીકે યોગદાન આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેઓએ સંકુલની ટ્રાન્સફર ફી, ટોલનાકાની સમસ્યા, કંડલા- દિલ્હીની વિમાની સેવા અને કચ્છ દિલ્હીની ટ્રેન સેવા જેવા પડતર પ્રશ્નોનું ધ્યાન દોરી આશા વ્યક્ત કરી હતી કે આ પ્રશ્નોનો ત્વરીત નિકાલ લાવવા એમપી તેની વગનો જરૂર ઉપયોગ કરી કચ્છની જનતાની લાગણી અને માગણીને ન્યાય અપાવશે. ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ સંકુલના પ્રશ્નો સૌના સહકારથી ઉકેલવા કટીબદ્ધતા વ્યક્ત કરી હતી. સંસદ સભ્ય વિનોદભાઇ ચાવડાએ અભિવાદન પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી જણાવ્યું હતું કે, તેમણે તેમના છેલ્લા કાર્યકાળ દરમિયાન લગભગ 850 જેટલા વ્યક્તિગત કે સામુહીક હીત ધરાવતા કાર્યોને પૂર્ણ કરેલ છે. વિકાસના માધ્યમથી જ આગળ વધી શકાશે અને તે અનુસાર જ કચ્છ વિકાસશીલ બન્યું છે અને હવેના 5 વર્ષમાં કચ્છ વિકસીત બનશે તેવી ઇચ્છા પ્રગટ કરી હતી. રાજ્યમંત્રી વાસણભાઇ આહિરે વ્યાપારી સંસ્થા ગાંધીધામ ચેમ્બરને આયોજન માટે અભિનંદન આપી જણાવ્યું હતું કે, ચેમ્બર વેપારીઓના અને પ્રજાના હીત માટે મહાજન તરીકે ફરજ બજાવવા હંમેશા પ્રયત્નશીલ રહે છે. નેશનલ હાઇવેને ફોરલેન બનાવવા ચેમ્બરનું પ્રસંશનીય યોગદાન રહ્યું હોવાનો પણ તેમણે ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...