તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

KPTના કર્મીઓને નજરના ચશ્મા માટે રૂપિયા ચૂકવાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કર્સ યુનિયન દ્વારા દીન દયાળ પોર્ટના ચેરમેનને પત્ર પાઠવી કામદારોને નજરના ચશ્માનો ખર્ચ મેડીકલની સુવિધામાં આવરી લેવા અન્ય પોર્ટમાં જે રીતે પદ્ધતિ ચલાવવામાં આવે છે તે રીતે અહીં પણ આ સુવિધા આપવા માગણી કરવામાં આવી હતી. આ રજૂઆતના અનુસંધાને ચેરમેન દ્વારા સૂચના આપવામાં આવ્યા પછી નજરના ચશ્માના વધુમાં વધુ 4000 ચૂકવવા નક્કી કરવામાં આવ્યું છે.

મહામંત્રી મનોહર બેલાણીએ પોર્ટના ચેરમેન અને મુખ્ય ચિકિત્સા અધિકારીને પત્ર પાઠવી નજરના ચશ્માના ખર્ચાને મેડીકલ રીમ્બર કરવી જોઇએ તેવી સુવિધા જે રીતે અન્ય મેજર પોર્ટમાં છે તેમ આપવા માગણી કરી હતી. ચેરમેન સંજય ભાટીયાએ આ રજૂઆતને મંજુરી આપી પરીપત્ર પણ બહાર પાડી દીધો છે. પરીપત્ર બહાર પાડવામાં આવ્યા પછી હવે ચશ્માની કિંમત વધુમાં વધુ 4000 સુધી ચૂકવણી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો