કિડિયાનગરમાંથી 25 હજારનો શરાબ મળ્યો, આરોપી છૂ

Gandhidham News - kidianagar got 25 thousand liquor got the accused 063509

DivyaBhaskar News Network

Jun 18, 2019, 06:35 AM IST
રાપર તાલુકાના કિડિયાનગરના દરબારવાસમાં એલસીબીએ પાડેલા દરોડામાં રૂ.24,960 ની કિંમતનો ભારતીય બનાવટના અંગ્રેજી શરાબનો જથ્થો મળી આવ્યો હતો પણ આરોપી દરોડા સમયે ફરાર રહ્યો હતો.આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ પેટ્રોલીંગ કરી રહેલી એલસીબીની ટીમને કિડિયાનગરમાં રહેતા મહેન્દ્રસિંહ દસુભા વાઘેલાએ કિડિયાનગર તળાવ પાસેની બાવળની ઝાડીમાં અંગ્રેજી શરાબનો જથ્થો રાખ્યો હોવાની બાતમીના આધારે દરોડો પાડ્યો હતો જ્યાંથી રૂ.24,960 ની કિંમતના ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની 750 એમએલની 48 બોટલ મળી આવી હતી પરંતુ આરોપી દરોડા દરમીયાન હાજર મળ્યો ન હતો. પોલીસે નાસી ગયેલા આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે.

X
Gandhidham News - kidianagar got 25 thousand liquor got the accused 063509
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી