કંડલા ઝીરો પોઇન્ટની પોલીસ ચેકપોસ્ટ પર ડમ્પર ચડી ગયુ!
કંડલાના ઝીરો પોઈન્ટ પર પોલીસ ચેકપોસ્ટ પર શુક્રવારના બપોરે ધસમસતુ ડમ્પર ચડી આવ્યુ હતુ. આ ટક્કરમાં આખો તંબ્બુ ઉખડીને બહાર ફેંકાઈ ગયો હતો. સદભાગ્યે તે સમયે તંબુમાં કોઇ ન હોવાથી જાનહાની ટળી હતી. આ અકસ્માતે સુરક્ષા કર્મચારીઓની સુરક્ષાને લઈને પણ પ્રશ્નો ઉભા કર્યા છે. આ સર્કલ પર રોજ હજારો વાહનો પસાર થાય છે પણ સામાન્ય વ્યવસ્થાઓ પણ બનાવાઈ નથી.
કંડલાના પોર્ટના મુખ્ય દ્વારા, ગામ અને વેસ્ટ ગેટ જવા માટે જ્યાંથી રસ્તાઓ અલગ પડે છે અને પાંચ જેટલા માર્ગો જોડાય છે તે ઝીરો પોઈન્ટ પર લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પોલીસ ચેકપોસ્ટનો તંબુ લગાવાયો હતો. શુક્રવારના બપોરના 3:30 વાગ્યાના અરસામાં બેફામ આવી રહેલા જીજે 12 ડીવી 7947 ડમ્પરે સર્કલમાં અથડાઈને તંબુને તહેસનહેસ કરી તોડી નાખ્યુ હતુ. આ ઘટનામાં સદભાગ્યે કોઇ પોલીસ કર્મી તંબુમાં ન હોવાથી બચાવ થયો હતો, પરંતુ અહિ કંડલા પોર્ટ પર પશ્નો ઉભા થાય છે કે આટલો વ્યસ્ત વિસ્તાર હોવા છતા અહિ સ્પીડ બ્રેકર નહિ, સ્ટ્રીટ લાઈટ કે સીગ્નલ પણ લગાવાયા નથી અને દર એલર્ટ અને ચૂંટણીમાં અહિ ચેકપોસ્ટ જરુર લગાવાયા છે. જે કાયદાના રખેવાળો માટૅ સુરક્ષીત નથી તે આ ઘટનાજ દેખાડે છે. પોલીસ કોન્સ્ટૅબલ અમીતકુમાર પરમાર ડમ્પર ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરાવ્યો હતો.