તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કંડલા - મુન્દ્રા રસ્તાનું અટકેલું કામ શરૂ થશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા આપવામાં આવતા કામમાં કેટલીક વખત કોન્ટ્રાક્ટર એજન્સીઓ દ્વારા કોઇને કોઇ બહાના હેઠળ કામને ટલ્લે ચડાવવા કે વિલંબ કરવામાં આવતો હોય છે. ગાંધીધામ- કંડલા- મુન્દ્રાનું કામ અગાઉ 71 કિલોમીટરનું સોંપવામાં આવ્યું હતું. જે પાર્ટીને કામ સોંપવામાં આવ્યું હતું તેને કામ અધુરૂં મુકતાં ટર્મીનેટ કરવાની ફરજ પડી હતી. હવે નવી એજન્સીને કામ આપવામાં આવતા તા.13થી નવી એજન્સી દ્વારા કાર્યવાહી રોડની શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગાંધીધામ- કંડલા- મુન્દ્રા ફોર લેનનું કામ મંજુર કરવામાં આવ્યું હતું. મંજુર થયેલાકામની એજન્સી પણ નક્કી થઇને રોડ બનાવવાની કાર્યવાહી આરંભી દેવામાં આવી હતી. કે.એમ.ટોલ રોડ પ્રા.લિ.ને આપવામાં આવેલા કામ 25-7-19થી અધુરા મુકી દેવામાં આવતા ટર્મીનેટ કરવામાં આવી હતી. ત્યાર બાદ હવે ફીડબેક ઇન્ફ્રા પ્રા.લિ.ને કામ સોંપાયું હોવાનું જાણવા મળે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો