તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નખત્રાણામાં સોની સમાજ દ્વારા કાલિકા માતાજીનો પાટોત્સવ ઉજવાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
નખત્રાણા | નખત્રાણા મારૂ કંસારા સોની જ્ઞાતિ દ્વારા પોષ સુદ ચાૈદસના શ્રી કાલિકા માતાજીના પાટોત્સવની ઉજવણી કરવામાં અાવી હતી. ચાૈદસ નિમિતે નખત્રાણા સોની સમાજે સ્વયંભુ વ્યાપર-ધંધા બંધ કરી માતાજીની અારાધના કરી હતી. અા પ્રસંગે શોભાયાત્રા, દાંડિયારાસ, મહાઅારતી તેમજ મહાપ્રસાદનું અાયોજન કરવામાં અાવ્યું હતું.

ગામની મુખ્ય બજારમાંથી વથાણચોક થઇ સોની સમાજવાડી સુધી માતાજીની શોભાયાત્રા કાઢવામાં અાવી હતી. કાલિકા માતાજીના જયઘોષ સાથે ભાઇઅો અને બહેનો, યુવાનો જોડાયા હતાં. ત્યારબાદ સોની સમાજની બેઠક મળી હતી. જેમાં પ્રમુખ તરીકે ભરતભાઇ બી સોનીને ફરી નિમણૂંક કરવામાં અાવ્યા હતાં. નખત્રાણા તાલુકા ભાજપ મહામંત્રી મહેશભાઇ સોનીનો સમાજ દ્વારા સન્માન કરવામાં અાવ્યું હતું. તેમજ નખત્રાણા મહિલા મંડળના પ્રમુખ તરીકે સોનલબેન અાનંદભાઇ બુદ્ધભટ્ટીની વરણી કરવામાં અાવી હતી.

અા પ્રસંગે સાંસદ વિનોદ ચાવડા, સરપંચ ચંદનસિંહ રાઠોડ, લખમશીભાઇ કોટડિયા, હેમેન્દ્રભાઇ કંસારા, હિરાલાલ સોની, ભોગીલાલ સોની, ગંગારામ સોની, મહેન્દ્રભાઇ સોની તેમજ મહિલા મંડળ તથા યુવક મંડળના તમામ યુવાનોઅે જહેમત ઉઠાવી હતી. સંચાલન કિશોરભાઇ સોનીઅે કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો