તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડીયાએ સગીરાને છરી બતાવી અડપલા કર્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગાંધીધામના ચામુંડાનગર વિસ્તારમાં મકાનનું કડિયા કામ કરવા આવેલા કારીગરે મકાન માલીકની સગીર વયની પુત્રીને છરી બતાવી તેના સાથે અડપલા કર્યા હતા, જોકે સગીરાની માતા પહોંચી જતાં હવસખોર ફરાર થઇ ગયો હતો જેને રાત્રે જ પોલીસે દબોચી લીધો હતો.

ચામુંડાનગર વિસ્તારમાં રહેતા રહેતા એક પરિવારના મકાનનું ચણતર કરવા આવતા મુળ એમપીના ગળપાદરના કૈલાશનગરમાં રહેતા સતિષ ઉર્ફે બ્રિજેશસિંહ છિદ્દુસિંહ તોમરે ગત બપોરે જે મકાનનું તે કડિયાકામ કરી રહ્યો હતો તે માલીકની 12 વર્ષની સગીર વયની પુત્રીને ચાર વાગ્યાના અરસામાં છરી બતાવી બળજબરીપુર્વક રૂમમાં લઇ જઇ અડપલા કરી જાતિય શોષણ કર્યું હતું પરંતુ સગીરાની રાડ સાંભળી તેની માતા સમયસર પહોંચી જતાં નરાધમ સતિષ ત્યાંથી નાસી ગયો હતો. આ બાબતે સગીરાના પિતાએ એ-ડિવિઝન પોલીસમાં જાણ કરતાં પોલીસે તાત્કાલિક આરોપી સતિષને દબોચી લીધો હતો. પોલીસે હવસખોર સતિષ વિરૂધ્ધ પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી કોર્ટમાં રજુ કર્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, આટલા દેખાવો છતાં હવસખોરીના બનાવો અટકવાનું નામ નથી લેતા એ સમાજ માટે લાલબત્તી સમાન છે. વધી રહેલા આ બનાવોમાં વધુને વધુ લોકજાગૃતિ લાવવા માટે પણ પ્રયત્ન કરવા જોઇએ. જેથી હિંમત પૂર્વક ફરીયાદ થઇ શકે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો