તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવરાત્રિ પહેલા જ માતાનામઢમાં ભક્તોની અભૂતપૂર્વ ભીડ જામી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશદેવી મા અાશાપુરાનો મહિમા અનેરો છે. વરસાદ વચ્ચે પણ દરરોજ હજારો ભક્તો નવરાત્રિ પહેલા જ માતાજીના દર્શન કરી રહ્યા છે. શનિવારે અધધ 40 હજાર ભાવિકોઅે માતાજી સમક્ષ શીશ ઝુકાવ્યુ હતું. તો હાઇવે પર પદયાત્રીકો અને વાહનોની કતારો જોવા મળી રહી છે. અા અંગે મળતી વિગતો મુજબ નવરાત્રિ પહેલા જ હજારો યાત્રીકો માતાજીના દર્શન કરવા પહોંચી રહ્યા છે. રવિવારથી નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે. તે પૂર્વે માતાનામઢ ખાતે હજારો યાત્રીકો પહોંચી રહ્યા છે. છેલ્લા બે-ત્રણ દિવસથી યાત્રીકોનો પ્રવાહ શરૂ થઇ ગયો છે. શનિવારે તો વહેલી સવારથી જ મંદિરમાં દર્શન માટે ભક્તોની કતારો લાગી ગઇ હતી. માતાજીના મંદિરમાં ઘટ સ્થાપન પહેલા જ અા લાઇનો લાગી હતી. તો બીજીબાજુ પદયાત્રીકો અને વાહનોમાં અાવેલા લોકોથી પણ માર્ગો પર ધમધમી ઉઠ્યા હતા. શનિવારે અંદાજે 40 હજાર યાત્રીકોઅે દર્શન કર્યા હતા.

બજારમાં પગ મૂકવાની જગ્યા નહી !
મંદિરની સાથે માતાનામઢની બજારમાં પણ મેળા જેવો માહોલ છે. લોકો માતાજીની પ્રસાદી તથા અન્ય ધાર્મિક ખરીદી માટે ઉમટી રહ્યા છે. શનિવારે બજારમાં મેદની ઉમટી હતી. મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...