તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

100 ટન કેપેસીટીની ક્રેન ચલાવવાથી જેટી પર ગાબડા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધણીધોરી વગરના કંડલા પોર્ટમાં લાખો રૂપિયાના ખર્ચે જુદી જુદી સુવિધાઓ ઉભી કરવામાં આવે છે. પરંતુ કેટલાક સંજોગોમાં આ સુવિધાઓ શોભાના ગાંઠીયા સમાન બની જતી હોય છે. ઘરના ઘંટી ચાટે અને પાડોશીને આટો તેવી નીતિ કેટલાક અધિકારીઓ દ્વારા અપનાવવામાં આવતા પોર્ટના જુદા જુદા વિભાગમાં અવારનવાર કોઇને કોઇ કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે. 60 ટનની કેપેસીટી વાળી કંડલા પોર્ટએ વસાવેલી બે મોબાઇલ હાર્બર ક્રેન અનુક્રમે 4 અને 8 મહીનાથી બંધ પડી છે. જ્યારે પ્રધાનમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવેલ અંદાજે 70 કરોડના ખર્ચે વસાવેલ100 ટન કેપેસીટીની ક્રેન જેટી નં. 6, 7, 8 માં ચાલતી હતી, દરમ્યાન તેની ક્ષમતા વધારે હોવાથી જેટી પર ગાબડું પડવા લાગતા પ્રશ્નો ઉભા થયા હતા અને પ્લેટ મુકવાનો વારો આવ્યો હતો. તેમ છતાં જોખમ જણાઇ રહ્યું છે.હાલ આ ક્રેન પણ બંધ કરી દેવાની નોબત આવી હોવાની વાત બહાર આવી છે.

કંડલા પોર્ટમાં ઇન્ચાર્જ ચેરમેન માત્ર બોર્ડ મીટીંગમાં જ હાજરી આપવા આવતા હોવાથી તેમની પાસે મુંબઇ પોર્ટ અને અન્ય કામનું ભારણ હોવાથી પુરતા પ્રમાણમાં રસ દાખવી શકતા નથી. કેપીટીનો વહીવટ રામભરોસે ચલાવાઇ રહ્યો છે. ડેપ્યુટી ચેરમેન, ટ્રાફીક મેનેજર સહીતની મોટા ભાગની ઉચ્ચ કક્ષાની જગ્યાઓ ખાલી છે. આ જગ્યા ભરવા માટે ભાજપની સ્થાનીક અને જીલ્લા કક્ષાની નેતાગીરીનો પન્નો ટુંકો પડી રહ્યો છે. અવારનવાર રજુઆતો કરવામાં આવ્યા છતાં કોઇ અસરકારક ઉકેલ લાવવામાં એમપી કે ધારાસભ્ય સફળ થયા નથી. કચ્છ જીલ્લામાં એક મંત્રી હોવા છતાં રાજ્ય સ્તરેથી કેન્દ્રમાં અવાજ પહોંચાડવો જોઇએ તે પહોંચાડવામાં તમામ નિષ્ફળ ગયા હોવાથી લાગણી સંકુલના લોકોમાંથી પ્રવર્તી રહી છે. દરમ્યાન સુત્રોમાંથી મળતી માહીતી મુજબ કંડલા પોર્ટમાં અગાઉ 60 ટન કેપેસીટીની બે હાર્બર ક્રેન વસાવવામાં આવી હતી. જે પૈકી એક 4 મહીના અને બીજી 8 મહીનાથી ખરાબ હાલતમાં હોવાથી બંધ પડી છે. જ્યારે અન્ય બે ક્રેન પ્રધાનમંત્રી મોદીના હસ્તે ઉદ્ઘાટીત થઇ હતી તે અંદાજે 70 કરોડના રકમની 100 ટન કેપેસીટી વાળી મોબાઇલ હાર્બર ક્રેન થોડા સમય ચાલ્યા પછી જેટીમાં તેની વહનની ક્ષમતા અને ભારણ વધી જતા ગાબડાં પડવા લાગ્યા હતા. જેટીમાં ગાબડાં પડતા પ્લેટ નાંખવાની પણ નોબત આવી હતી. ત્યારપછી જોખમ જણાતા હાલ આ કામ પણ બંધ કરી દેવું પડે તેવી સ્થિતિના આરે આવી ગયું છે. મોબાઇલ હાર્બર ક્રેનના મુદે પોર્ટના અધિકારી રેડ્ડીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે આઇઆઇટી દ્વારા ઇન્સપેકશન કરવામાં આવ્યું છે. તેના રીપોર્ટ પછી શું પગલાં ભરવા તે નક્કી કરવામાં આવશે.

પોર્ટમાં થતા આડેધડ ખર્ચ સામે ફરી એક વખત પ્રશ્ન ઉભા થયાઃ અંદાજે 70 કરોડના ખર્ચે ક્રેન વસાવાઈ
અધિકારીઓ પોતાના રાજકારણમાં રાચતા રહે છે
કંડલા પોર્ટમાં જે અધિકારીઓ છે તે પણ પોતપોતાના રાજકારણમાં રચ્યા પચ્યા રહે છે. પોતપોતાની જવાબદારીઓ વ્યવસ્થિત રીતે સંભાળી શકાય તેવી સ્થિતિ હોવા છતાં એક યા બીજા કારણોસર કેટલાક અધિકારીઓ આ જવાબદારી વહન કરવામાં પણ નિષ્ફળ જઇ રહ્યા છે. પોર્ટના યુઝર્સ અને કર્મચારીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે કારણ કે અગાઉ આવા કેટલાય કિસ્સામાં અધિકારીઓની તાનાશાહીનો ભોગ બની ચુક્યા છે. વળી પોર્ટ પર નેટની કનેકટીવીટીના મુદે પણ પૈસા ભર્યા હોવા છતાં પણ પોર્ટ યુઝર્સને હેરાનગતિનો સામનો કરવો પડે છે. કારણ કે કંડલા પોર્ટમાં વ્યવસ્થિત નેટવર્ક ન આવતા પૈસા ભર્યા હોવા છતાં પોર્ટ પર તેની કોઇ સાબીતી મળતી ન હોવાનો મુદો પણ અગાઉ ઉઠયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો