તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંડવી કોર્ટ પરિસરમાં વૃક્ષારોપણ સાથે જતનનો સંકલ્પ લેવાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી | શહેરની નવનિર્મિત કોર્ટનું પરિસર હરિયાળું બને તેવા હેતુથી બાર અેસો. દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. ન્યાયમૂર્તિ યુ.બી. દેવડા અને ન્યાયમૂર્તિ અેન.જી. પરમારના હસ્તે છોડના રોપણ બાદ સૌઅે તેના જતનના પણ સંકલ્પ લીધા હતા. બહારના બગીચામાં વૃક્ષારોપણ પ્રસંગે બાર અેસો.ના પ્રમુખ ખેરાજ ગઢવી, અે.અેસ. રાયમા, કે.પી. કાગતડા, અેલ.જે. ફૂફલ, બાબુલાલ ખાખલા સહિતના વકીલો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...