તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જનકપુર પાટીદાર ટુર્ના.માં 8 ટીમ વચ્ચે જંગ ખેલાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંડવી તાલુકાના જનકપુર પાટીદાર યુવક મંડળ અાયોજીત સુપરસિક્સ ક્રિકેટ ટુર્નામેન્ટના અાયોજનમાં અાઠ ટીમો મેદાનમાં ઉતરી હતી. ફાઇનલ મેચમાં અમૃતફાર્મ ઇલેવરને કાંટાની ટક્કર અાપીને ગ્રીન પોઇન્ટ ઇલેવન ચેમ્પિયન બનતા દાતાઅોના હસ્તે ટ્રોફી અનાયત કરવામાં અાવી હતી.

ટોસ વિધિ મંડળના પ્રમુખ નરસિંહ કે. ચોપડા, પાટીદાર સમાજના પ્રમુખ નાનજીભાઇ સોમજી, સનાતન સમાજના પ્રમુખ ગોવિંદ પ્રેમજી ચોપડા, મહિલા મંડળના પ્રમુખ લક્ષ્મીબેન રામજી દિવાણી, સરપંચ જેન્તીલાલ હિરજી ચોપડા સહિત અગ્રણી દ્વારા કરવામાં અાવી હતી.

સમગ્ર ટુર્નામેન્ટના મુખ્યદાતા અને ટ્રોફીના દાતા ડાહીબેન કરશન દિવાણી અને રનઅપ્સ ટ્રોફીના દાતા દેવજી જેઠા સુરાણી રહ્યા હતા. ટુર્નામેન્ટના અવસરે કચ્છભરના પાટીદાર અેક થઇને સમાજને પ્રગતિશિલ બનવા પર ભાર મુકી રમતો દ્વારા યુવાનોમાં છુપાયેલી કલા બહાર અાવી શકે છે તેવું જણાવાયું હતું.

મેન અોફ ધ મે રોહીત દેવજી પોકાર, મેન અફ સિરિઝ હિરેન જેન્તીલાલ ચોપડા, બેસ્ટ બેટ્સમેન શાન્તીલાલ મણીલાલ ભગત, બેસ્ટ બોલર સુરેશ કરશન ચોપડા, રહ્યા હતા. અમ્પાયર તરીકે મોહન કાનજી ધોળુ, હરિલાલ લખમશીપટેલ, અરવિંદ ચોપડા(લાયઝા) સેવા અાપી હતી.

પ્રવિણ શામજી દિવાણી, કેશવલાલ ડાયાલાલ, અશોકભાઇ લખમશી ઠાકરશી, મુકેશ છાભૈયા, પંકજ ચોપડા, અલ્પેશ ભગત, અંબાલાલ ઠાકરાણી, શૈલેશ ચોપડા, દિનેશ છાભૈયા સહિતના પાટીદાર યુવક મંડળ અને મહિલા મંડળ ટુર્નામેન્ટને સફળ બનાવા જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો