ગાંધીધામમાં રીક્ષાની ટક્કરે એક્ટિવા ચાલકને ઇજાઓ

Gandhidham News - indigenous drivers injure injures in gandhidham 062017

DivyaBhaskar News Network

Jul 22, 2019, 06:20 AM IST
શહેરના ગાયત્રી મંદિર સામે આવેલા ડીવાઇડરમાંથી વચ્ચેથી કટ મારી આડેધડ રીક્ષા ચલાવી તેના ચાલકે એક્ટિવા પર જઇ રહેલા યુવાનને અડફેટે લઇ ઇજા પહોંચાડી હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.

આ બાબતે વોર્ડ-11/બી ના સોનલનગરમાં રહેતા 35 વર્ષીય વેપારી બ્રીજભુષન હરિપ્રસાદ ચૌધરીએ ફરિયાદ નોંધાવી હતી કે, ગત સાંજે પાંચ વાગ્યાના આરસામાં પોતાનું જીજે-12-સીબી-541 નંબરનું એક્ટિવા લઇ લીલાશા સર્કલથી ઓસ્લો સર્કલ જઇ રહ્યો હતો તે દરમીયાન ગાયત્રી મંદીર સામે ડિવાઇડરના કટમાંથી જીજે-12-એયુ-0211 નંબરની રિક્ષાના ચાલકે ટર્ન લઇ આડેધડ રીક્ષા ચલાવી તેમની એક્ટિવાને જ્ટક્કર મારતાં તે પડી ગયો હતો અને તેને વિવિધ જગ્યાએ છોલ છામ જેવી ઇજાઓ પહોંચી હતી.

ફરિયાદી યુવાને રીક્ષા ચાલકને આવી રીતે વાહન ચલાવાય તેવું કહ્યું પરંતુ રીક્ષા ચાલક કંઇ પણ સાંભળ્યા વિના જ નાસી ગયો હતો. પોલીસે અકસ્માત સર્જી નાસી ગયેલા રિક્ષા ચાલક વિરૂધ્ધ આઇપીસીની કલમ 279 અને એમવી એક્ટની કલમ 177 અને 184 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

X
Gandhidham News - indigenous drivers injure injures in gandhidham 062017
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી