ગાંધીધામમાં ઇન્ડીયન ઓવરસીઝ બેંકના 83મા સ્થાપના દિવસની ઉજવણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામ| ગાંધીધામની સહકારી સંસ્થા ઇફકોની ઉદયનગર વસાહતમાં આવેલી ઇન્ડિયન ઓવરસીઝ બેંકનો 83મો સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આઈ.ઓ.બી બેંકના સ્થાપના દિવસ ઉજવણી પ્રસંગે ઉપસ્થિત બેંકના વરિષ્ઠ નાગરિક ગ્રાહકોમાં ઇફકોના રીટાયર્ડ જનરલ મેનેજર અરુણ કુમાર કંસારા, હરીશ ભંભાણી, બેંક ઓફ બરોડાના રીટાયર્ડ સિનિયર મેનેજર, સુભાષ ભૌમિક, દિનેશ વછરાસજાની, રવિન્દ્ર આચાર્ય, અશ્વિન મહેરિયા, હીરાલાલ બાફના, જગદીશ સોની તથા સોહમ લાખિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. હરશીભાઈ દેવરિયા તથા હિંમતલાલ સોઢાએ બેંકની ગ્રાહક પ્રતે સારી સેવા વિશે પ્રવચન આપ્યું હતું સિનિયર સિટીઝન ગ્રાહકો દ્વારા કેક કાપી ને ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સ્વાગત પ્રવચન બેંકના બીજલ જોષી તથા શાખા પ્રબંધક નેહા ગોયલએ કર્યું હતું.
અન્ય સમાચારો પણ છે...