તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવતા દિવસોમાં ભારત વિશ્વના ટોપ 3 દેશોમાં સ્થાન પામશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભાની ચૂંટણીનો માહોલ જોઇએ તેવો જામતો નથી. રાજકીય પક્ષો દ્વારા જે રીતે ટેમ્પો જમાવવો જોઇએ તે રીતે જમાવવામાં લઘુ ભારત ગણાતા ગાંધીધામમાં નિષ્ફળ ગયો છે. તેવા સમયે આજે કેંદ્રના ગ્રુહમંત્રીની હાજરીમાં જાહેર સભા યોજાઈ હતી. ગ્રુહમંત્રી રાજનાથ સિહે સભાને સંબોધન કરતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કરીને આ સરકાર કામ કરી રહી છે અને આગામી દિવસોમાં વિશ્વના ટોપ 3 દેશોમાં ભારતનું સ્થાન હશે તેવી તેઓએ દાવો કર્યો હતો.

સિંઘુભવનના હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં અંદાજે દોઢેક કલાક મોડા આવેલા રાજનાથ સિંહે અંદાજે 30 મીનીટ સુધી કરેલા ભાષણમાં જણાવ્યુ હતુ કે ગુજરાતે મહાપુરુષો આપ્યા છે , રાષ્ટ્રની એકતા માટૅ સરદાર પટેલએ મહત્વની ભુમીકા ભજવી હતી. રાષ્ટ્ર એક હશે, અખંડ હશે તેવી તેમની ભુમિકા હતી. જો જવાહરલાલ નહેરૂએ કાશ્મીરનો પ્રશ્ન હાથમા ન લીધો હોત અને સરદારને આપ્યો હોત તો સમાધાન થઈ જાત. આઝાદી પછી આટલા વર્ષો ભારત એક અખંડ છે. તેમા બે પ્રધાનમંત્રી હોવાની વાતો હવે કરવામાં આવી રહી છે.

રાજનાથ સિંહે વધુમાં યુપીએ અને એનડીએ સરકારની કામગીરીની તુલનાત્મક સમીક્ષા કરતા જણાવ્યુ હતુ કે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મનમોહનસિંહની સરકારે 14.25 લાખ આવાસ બનાવ્યા જ્યારે, એનડીએએ 1.30 કરોડ આવાસ બનાવ્યા. ભારત આગળ વધતુ જ જશે, વિશ્વની ટોપ 3 દેશો રશીયા, ચીન, અમેરીકા છે, તે પૈકી એકને પાછળ છોડીને ભારત આગામી

...અનુસંધાન પાનાનં.11

વર્ષોમાં આગળ આવશે, તેવો તેમણે દાવો કર્યો હતો. ભ્રષ્ટાચાર પર રોક લગાવવામાં આવી છે અને સિસ્ટમમાં બદલાવ લવાયો છે. ભારતના ભવિષ્ય બનાવવા માટે કામગીરી થઈ રહીછે, જેમાં જનતાને તકલીફ ઘણી પડી પરંતુ લોકોએ તે ભોગવી છે. કારણ કે ભારતના ભવિષ્યની વાત હતી. તેવો કહે છે કે અમારો ચોકીદાર ચોર છે, પરંતુ અમે કહીએ છીએ કે અમારો ચોકીદાર શ્યોર છે. પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ વ્યક્તિ નહિ સંસ્થા હોય છે. તેની પર પ્રહાર થાય તો સંસ્થા તુટે, લોકતંત્ર તુટે છે. આજે ચારેકોર મોદી વન્સમોર..વન્સમોરના નારા લાગી રહ્યા છે. આ કાર્યક્રમમાં ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા, મંત્રી વાસણભાઈ આહીર વગેરે હાજર રહ્યા હતા.બોક્સઃ ચોકીદાર ચોર કે શ્યોર?

મંત્રીનું ભાષણ ચાલુ હતુ તે સમયે ઉપસ્થીત દર્શકોમાંથી અવાર નવાર સુત્રો પોકારાતા હતા. જેમા \\\'ભારત માતા કી જય\\\' સહિતનાનો સમાવેશ થાય છે. જ્યારે બીજી તરફ \\\'ચોકીદારના સંદર્ભમાં કોઇએ નારો લગાવ્યો કે ચોકીદાર ચોર હૈ પરંતુ સ્પષ્ટ થતુ ન હતુ એવુ પણ અર્થઘટન કરાયુ હતુ કે ચોકીદાર શ્યોર હૈ બોલ્યો હતો. આ બાબતે સભામાં અર્થઘટન મુદે પણ ચર્ચા ઉઠી હતી.

અન્ય સમાચારો પણ છે...