તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાસેઝમાં અસામાજીક તત્વોનો વધતો ત્રાસ, વધુ એક સિક્યોરીટીગાર્ડને માર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોનમાં અસમાજીક તત્વો દ્વારા ચોરી થતી હોવાની ફરિયાદ લાંબા સમયથી ઉઠી રહિ છે. ચોરી અને સામેથી સીનાજોરી કરતા આવા તત્વો પર અંકુશ લાદવા પોલીસ પ્રશાસન પણ કમર કસે તેવી માંગ ઉઠવા પામી હતી.

કાસેઝમાં સીક્યોરીટી ગાર્ડ પર હુમલોની દર થોડા સમયે હવે ઘટનાઓ સામે આવી રહિ હોય તેમ વધુ એક વાર કાસેઝ વિસ્તાર બહાર બેઠેલા ખાનગી ગાર્ડ પર અસામાજીક તત્વોએ ધમકાવીને હુમલો કર્યો હતો. અગાઉ ગેટ પરજ એક કર્મીને માર મરાયો હતો. તે સમયે એક યા બીજા કારણોસર પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી ન હતી. કાસેઝમાં બંધ પડૅલી કંપનીઓમાં ઘુસીને તસ્કરી કરવાની મુરાદ ધરાવતા અને ગ્રુપમાં રહેતા તત્વોનો ત્રાસ યથાવત છે.

કાસેઝમાં વકરી રહેલી સમસ્યા અંકુશમાં લાવવા CISF ગોઠવો
કાસેઝમાંથી દાણચોરી, ઓવર, અંડર વેલ્યુએશન, મીસડિક્લેરેશન જેવા અનેકવીધ આર્થીક કૌભાંડો સમયાંતરે બહાર આવતા રહે છે. તો અસામાજિક તત્વોનો ત્રાસ પણ વધતો ચાલ્યો છે ત્યારે સીઆઈએસએફને જો કાસેઝમાં લાગુ કરી દેવાય તો એક તીરે ઘણા નિશાન મારી શકાય તેમ હોવાનુ જાણકારોનું માનવુ છે.

પ્લાસ્ટીક, યુઝડ ક્લોથને છ મહિનાની સમય અવધી અપાઇ
ન્યાયાલયમાં લાંબી લડાઈ બાદ પ્લાસ્ટીક અને યુઝડ્સ ક્લોથના કાસેઝમાં આવેલા યુનીટ્સને કોર્ટૅ ઝટકો આપ્યો છે. એક્સપોર્ટની શરતોને લાગુ કરવા માટે તેમને છ મહિના જેટલો સમય અપાયો છે, જો તે નિર્ધારીત સ્થીતીને ત્યારે પામી નહિ શકે તો ત્યારબાદ લાયસન્સ રદ થવા સુધીની કાર્યવાહિ થાય તે પણ સંભવ છે.

અન્ય સમાચારો પણ છે...