તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધીધામ પાલિકાના રેઢિયાળ વહીવટ સામે વધી રહેલો આક્રોશ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિકાના રેઢિયાળ વહીવટને લીધે લોકોમાં આક્રોશ વધી રહ્યો છે. પાણી, રસ્તા, લાઇટની સુવિધા આપવામાં નિષ્ફળ ગયાની લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે. વિપક્ષે પણ મોડે મોડે જાગ્યા પછી રજૂઆત કરી છે. ખુદ સત્તાપક્ષના કેટલાક સભ્યોમાં પણ કચવાટ જોવા મળી રહ્યો છે.

સંકુલમાં નગરપાલિકા દ્વારા કરવામાં આવતી કામગીરી મુદ્દે અવારનવાર પ્રશ્નો ઉભા થાય છે. અંદાજે 14 કરોડના ખર્ચે વરસાદી નાળાની મરંમત કરવામાં આવી તેમાં પણ લોટ, પાણી અને લાકડાનો વહીવટ ચર્ચાસ્થાને રહ્યો હતો અને આજે પણ નાળાઓની હાલત ખરાબ છે. જે તે સમયે શરૂ થયેલા આ નાળાની કામગીરીમાં આદિપુરમાં નાળા તુટી ગયાની ફરીયાદો પણ ઉઠી હતી. થાગડ થીગડ કરીને તંત્ર વાહકોએ એજન્સીને બચાવી લીધી હતી. આવી જ રીતે જે રીતે સફાઇમાં કામ થવું જોઇએ તે થયું નથી તે હકીકત છે. 90 લાખ જેટલો ખર્ચ માસીક કરવામાં આવતો હોવા છતાં પરીસ્થિતિ વિકટ બની રહી છે. રસ્તા પાછળ 50 લાખનું આંધણ થીગડા મારવમાં કરવામાં આવ્યું હતું. પરંતુ આ કામમાં પણ જોઇએ તેવી કામગીરી થઇ શકી નથી તે હકીકત છે. દરમિયાન તાજેતરમાં ગાંધીધામનો ઓડીયો પણ વાયરલ થયો છે જેમાં ટીકાત્મક રીતે રસ્તા, કચરા વગેરે મુદ્દાઓને આવરી લઇને ગાંધીધામ કેવું છે તેની જાણકારી વ્યક્ત કરવામાં આવી રહી છે. તે બાબત પણ હાલ ચર્ચાસ્થાને રહી છે.

અન્ય સમાચારો પણ છે...