લાકડિયામાં કિશોરીઅોને તારુણ્ય વિષયક સમજ પાડવામાં અાવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂના કટારિયા પી.એચ.સીના લાકડિયા સબસેન્ટરના આંગણવાડી કેન્દ્રમાં અેડોલેશન્સ હેલ્થ ડેની ઉજવણી કરાઇ હતી.

તાલુકા હેલ્થ ઓફિસર એ.કે. સિંઘ તેમજ જૂના કટારિયા પી.એચ.સીના મેડીકલ ઓફીસર ડો. સંજયના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં એડોલેશન હેલ્થ કાઉન્સિલર પાતર કિરેનકુમાર અને ઇન્ચાર્જ તાલુકા હેલ્થ સુપરવાઈઝર ઈલાબેન યાદવ દ્વારા કિશોરીઓને પર્સનલ કેર, આ અવસ્થા દરમ્યાન થતા શારીરિક ફેરફારો, 15થી19 વર્ષની કિશોરીમાં જોખમી લક્ષણોની ઓળખ, સરગવો, મીઠો લીમડો, સીઝન મુજબ ફળ, શાકભાજી, વર્ષમાં 2 વખત કરમિયાની ગોળીઓ, લગ્નની ઉંમર, લોહીનું પ્રમાણ, BMI વિશે વિસ્તૃત માહિતી અપાઇ હતી. અા ઉપરાંત આઈ.એફ.એ ગોળીના ફાયદા તેમજ ન્યુટ્રીશન, પૂરક આહાર અંગે પણ ફીમેલ હેલ્થ વર્કર મંજુલાબેન પરમાર દ્વારા સમજ અપાઇ હતી. કિશોરીઓના ઊંચાઈ, વજન અને લોહીની તપાસ કરવામા આવી. કાર્યક્રમમા આશાબહેનો હાજર રહ્યાં હતાં. કિશોરીઓને અલ્પાહાર પણ વિતરીત કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...