તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાપરની કથામાં અાજે અેક શામ શહીદો કે નામ યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાપરમાં સ્વૈચ્છિક સંસ્થા દ્વારા યોજાયેલી ભાગવત કથા ભાવિકોમાં રંગ જમાવી રહી છે. દરિયાસ્થાન મંદિરે મુંબઈના હેપ્પી બબલ્સ ગ્રૂપ દ્વ્રારા આયોજિત સંત ત્રિકાલદાસજી મહારાજની અમૃતવાણી તા. 6/4થી શરૂ થઇ છે જેમાં શ્રીક્રિષ્ન જન્મોત્સવ પ્રસંગે તેમની બાલલીલાનું વર્ણન કરાયું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી નિલેશ માલી તથા ઘનશ્યામ મજીઠિયાના જણાવ્યા મુજબ 12/4ના કથા વિરામ પામશે તેના પહેલા આજે તા.11/4ના ગુજરાતના નામી કલાકાર રાજભા ગઢવી, ઉર્વશીબેન રાદડીયા, કુમક પટેલ દ્વ્રારા એક શામ શહીદો કે નામ રૂપે ભવ્ય સંતવાણીનું આયોજન રાપરના નગાસર તળાવની પાળ નજીક કરાયું છે. કથામાં મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો ઉપરાંત વિવિધ રાજકીય-સામાજિક આગેવાનો ઉપસ્થિત રહે છે. ભાવિકોની સરળતા માટે બે વિશાળ ટીવી સ્કીન પણ રખાયા છે.

અન્ય સમાચારો પણ છે...