• Home
  • Kutchh
  • Gandhidham
  • Gandhidham News - in the four throats young man ate the traps that are incomprehensible 022039

ચાર વાળીમાં યુવાને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાધો

આદિપુરમાં બે અપમૃત્યુ નોંધાયા

DivyaBhaskar News Network | Updated - Mar 16, 2019, 02:20 AM
Gandhidham News - in the four throats young man ate the traps that are incomprehensible 022039
રામવાડી બુઢા આશ્રમ પાસે યુવાને ગળે ફાંસો ખાઇ લઇ આયખું ટુંકાવ્યું

ક્રાઇમ રીપોર્ટર. ગાંધીધામ

આદિપુર પોલીસ મથકે હોસ્પીટલ નોંધના આધારે બે યુવાનોના અપ મૃત્યુની ઘટના નોંધાઇ છે.ચારવાળી વિસ્તાર અને રામવાડી વિસ્તારમાં અગમ્ય કારણોસર આ યુવાનોએ ગળે ફાંસો ખાઇ લીધો હવાની ઘટના પોલીસ મથકે નોંધાઇ છે.

આ બાબતે પીએસઓ ધર્મેન્દ્રસિંહ જાડેજાએ વિગતો આપતાંજણાવ્યું હતું કે ચારવાળી વિસ્તારમાં 380 નંબરના મકાનમાં રહેતા અનિલ તુલસીભાઇ ઠક્કરે પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ગળે ફાંસોખાઇ લઇ અંતિમ પગલું ભરી લીધું હતું. રામબાગ હોસ્પીટલના ફરજ ઉપરના તબીબ ડો.એ.કે.શ્રવાસ્તવે પોલીસને જાણ કરતાં આ ઘટના પ્રકાશમાં આવી હતી. આ બાબતે વધુ તપાસ હેડકોન્સટેબલ અશોક ચૌહાણ ચલાવી રહ્યા છે.

તો રામવાડી પાસે આવેલા બુઢા આશ્રમ નજીક રહેતા પ્રવિણ મોડણ મહેશ્વરીએ પોતાના ઘરે લાકડાના આડીમાં સાડી બાંધી ગળે ફાંસો ખાઇ લઇ અંતિમ પગલું ભરી લીધું હતું.કયા કારણોસર આ યુવાને આ પગલું ભર્યું એ બાબતે તપાસ પોલીસે હાથ ધરી છે.

X
Gandhidham News - in the four throats young man ate the traps that are incomprehensible 022039
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App