તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંકુલમાં Rs. 50 લાખથી વધુ રકમના વિકાસ કામોને મંજુરી આપવામાં આવી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામ નગરપાલિકાની કારોબારી સમિતિની તાજેતરમાં મળેલી બેઠકમાં 50 લાખથી વધુ રકમના કામોને મંજુરીની મહોર લગાવવામાં આવી હતી. જુદા જુદા વિસ્તારમાં ગટર, પાણી, રસ્તા વગેરેના કામોનો સમાવેશ થાય છે.

નગરપાલિકા દ્વારા વિકાસ કામો હાથ ધરવા માટે તબક્કાવાર કાર્યવાહી કરવામાં આવતી હોય છે. એક બાજુ પાલિકામાં ટોચના અધિકારીઓની ગેરહાજરી હોવાને કારણે રૂટીન વહીવટી પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે જ્યારે બીજી બાજુ પદાધિકારીઓ દ્વારા લોકોના પ્રશ્નો હલ થાય તે દિશામાં પગલા ભરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. કારોબારી સમિતિના ચેરમેન વિજય મહેતાના અધ્યક્ષસ્થાને ગઇ કાલે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. 65થી વધુ દરખાસ્તો પર ચર્ચા વિચારણા કરીને સંબંધિત દરખાસ્તને મંજુરીની મહોર લગાવવામાં આવી હતી. જે કામો મંજુર કરવામાં આવ્યા છે તે પૈકી કેટલાક અગાઉ થઇ પણ ગયા છે તેને પણ બહાલી આપી દેવામાં આવી હતી. આ દરખાસ્તમાં વધુ બાબતો ટેન્ડરની હતી. જેમાં પણ મંજુરી આપી દેવામાં આવી હતી.

લોક સુવિધા : 42 ટકા નીચો ભાવ ભરાતા ટેન્ડરમાં ઉભા થયા વિવાદ
નગરપાલિકામાં થતા કામોમાં કેટલાક કામોમાં લોટ, પાણી અને લાકડાનો વહીવટ થતો હોવાની બૂમરાડ અવારનવાર ઉઠે છે. જે તે સમયે કરવામાં આવતી કામગીરીમાં ફરીયાદો ઉઠ્યા છતાં જરૂરી પગલા ભરવા જોઇએ તે ભરાતા નથી તે પણ હકીકત છે. પ્રજાના નાણાનો વેડફાટ કરવા માટે પાલિકાના સત્તાધિશો કેટલીક વખત પગલા લેતા હોવાથી નગરપાલિકાને નીચાજોણું થાય તેવી સ્થિતિ પણ ઉભી થતી હોય છે. કારોબારી સમિતિમાં મુકવામાં આવેલી જુદી જુદી દરખાસ્તો પૈકી એક દરખાસ્તમાં સીસી પેવર બ્લોક લગાવવામાં અંદાજીત રકમ 13.76 લાખ પૈકી 5 આવેલા ટેન્ડરોમાંથી સૌથી નીચું ટેન્ડર 7.94 લાખનું આવતા 42 ટકા નીચું ટેન્ડર મંજુર થયા હોવાના સંકેત મળી રહ્યા છે. અગાઉ નીચા ભાવના ટેન્ડરો મંજુર થતાં આવા કામો કેવી રીતે થતા હશે તેવો પ્રશ્ન જે તે સમયે અવારનવાર ઉઠી ચૂક્યો છે. જાગ્યા ત્યારથી સવાર સમજીને પાલિકાના અધિકારી અને પદાધિકારીઓ દ્વારા યોગ્ય નિયમન રાખીને ગુણવત્તાસભર કામ થાય તે દિશામાં સક્રિય બને તો લોકોને સારી એવી સુવિધાઓ મજબુતાઇ વાળી મળી શકે તેવી ગણતરી પણ પાલિકાના વર્તુળોમાં થઇ રહી છે.

સ્વચ્છતા માટે પાલિકા એપ દ્વારા જનજાગૃતિ ઝૂંબેશ ચલાવી રહી છે
સફાઇ સર્વેક્ષણ માટે ગમે ત્યારે આ મહિનામાં ત્રણ, ત્રણ ટીમો ધામા નાખે તેવી શક્યતા છે. ઓડીએસ ડબલ પ્લસ, સ્વચ્છતા સર્વેક્ષણ વગેરેમાં દાવેદારી કરવામાં આવ્યા પછી પાલિકા દ્વારા લોકોને વધુને વધુ જાણકારી મળે અને શહેરની સ્વચ્છતાનું પ્રમાણ જળવાઇ રહે તે માટે પગલા ભરવામાં આવી રહ્યા છે. 50 જેટલા લોકો પાસે સ્વચ્છતા સર્વેક્ષણ 20-20 વોટ કરાવવામાં આવ્યા હોવાના સંકેત મળી રહ્યા છે. જેમાં જે તે નાગરીક દ્વારા તેના શહેર કેટલું સ્વચ્છ છે તે દિશામાં પ્રશ્નાવલી પૂછવામાં આવતી હોય છે, જેનો જવાબ આપવાનો હોય છે. વધુને વધુ લોકોએ આ બાબતે જો તટસ્થરીતે જાણકારી આપે તો શહેર કેટલું સ્વચ્છ છે તે સહિતની બાબતોની જાણકારી સંબંધિત એજન્સીઓને થઇ શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો