તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિલા અગ્રણીને ધમકી આપવાના કેસમાં 2ની અટક

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આદિપુરના મહિલા અગ્રણીએ જાનથી મારી નાખવાની ધમકી અને જીમમાં તોડફોડની ઘટના બાદ આદિપુર પોલીસે બે આરોપીઓની અટક કરી હતી. જેમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર છે.

આદિપુરમાં સંતોષી માતા ચેરીટૅબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ અને રાજકીય સક્રિય તુલસીબેન સુઝાને ત્રણ શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવીને પ્લોટ નામે કરાવવા એનઓસીમાં જબરદસ્તી સહિ કરવા, દાનની રકમ મુદે વિવાદ અને જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાવી હતી. જે અંગે માહિતી આપતા આદિપુર પીઍસઆઈ ડાંગરે જણાવ્યુ હતુ કે હિતેષ ગઢવી અને અન્ય એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરની અટક કરાઈ છે. આ કિશોર કોઇ રાજકીય પક્ષનો કાર્યકર્તા છે અને મુળ રાજસ્થાનનો છે, સાડા સતર વર્ષેની વય ધરાવતા આ કિશોરેજ ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ કિસ્સામાં હજુ એક આરોપીની અટક બાકી છે. તો આ કાર્યવાહિ દરમ્યાન આરોપી સાથે રહેલાઓ દ્વારા મીડીયા કર્મી સાથે ગેરવર્તણુક કરવામાં આવી હોવાનું અને ધમકી અપાઈ હોવાનું પણ જાણવા મળે છે. ટ્રસ્ટ દ્વારા ક્લેક્ટરને એક દિવસ અગાઉજ સંકુલના આગેવાનો સાથે મળીને આવેદન પત્ર આપીને સંકુલમાં રાજભા વાલાભા ગઢવી અને હિતેશ વાલાભા ગઢવી સહિતના તત્વો દ્વારા જમીન દબાવીને દાદાગીરી કર્યાની ઘટનાઓ વધી ગઈ હોવાનો અને પોલીસના કેટલાક તત્વો તેમને પાછળથી પ્રોત્સાહન આપતા હોવાની રજુઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો