તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સપનાનગર વિસ્તારમાં પણ 8 ઇંચની નવી લાઇન નાંખવામાં લાઇન તુટયાની રાવ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામ નગરપાલિકામાં પદાધિકારીઓ પર જે રીતે વહીવટી રીતે પકડ હોવી જોઇએ તે જોવા મળતી નથી. જેના લીધે જુદા જુદા પ્રશ્નો ઉભા થાય છે અને લોકોને હેરાનગતિનો સામનો કરવો પડે તેવી સ્થિતિ ઉભી થઇ રહી છે. જીયુડીસી દ્વારા અંદાજે 30 કરોડના ખર્ચે ડ્રેનેજની નવી લાઇન નાંખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે તેમાં શરૂઆતથી જ પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. તાજેતરમાં સેક્ટર 1 અને 4 માં 8 ઇંચની નવી ગટરની લાઇન નાંખવા જતા પાણીની લાઇન તોડી નાંખવામાં આવી હતી. જ્યારે બીજી તરફ સપનાનગરમાં પણ ગટરની લાઇન તોડી નાંખવામાં આવી હોવાની ફરિયાદ ઉઠી રહી છે. અવારનવાર બનતા આવા કિસ્સાઓ પછી નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ શું કામગીરી કરે છે તેની ઉપર લોકોની મીટ મંડાયેલી છે.

પાલિકાના જુદા જુદા પ્રોજેક્ટમાં ભુગર્ભ ગટરલાઇનનો સમાવેશ થાય છે. પાલિકાના વિકાસ કામમાં પાલિકા કે રાજ્ય કક્ષાએ મોનીટરીંગ થવું જોઇએ તે વ્યવસ્થિત થતું નથી. પ્રજાના પૈસાનો વેડફાટ કરવામાં અગ્રેસર રહેતી નગરપાલિકા લોકોને સુવિધા કેટલો સમય મળશે તેનું ચોક્કસ માપદંડ કે દીર્ઘદ્રષ્ટિ રાખવાનું વલણ દાખવતા નથી. જેના લીધે અવારનવાર ફરિયાદો ઉઠે છે. તાજેતરમાં જીયુડીસી દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રથમ તબક્કાના ભુગર્ભ ગટર લાઇનના કામમાં સેક્ટર 1 અને 4 માં પાણીની લાઇન તોડી નાંખવામાં આવી હોવાની ફરિયાદ ઉઠી છે. આવી જ રીતે સપનાનગરમાં પણ ડ્રેનેજની લાઇન તોડી નાંખવામાં આવ્યાની ફરિયાદ ઉઠી રહી છે. પાલિકા દ્વારા થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન કરવામાં આવે છે તેમાં આ પાર્ટી દ્વારા ક્યાં કેવું કામ ચાલે તે અંગે રીપોર્ટ આપવાનો હોય છે તે ઘરે બેઠા જ આપી દેતા હોય તેવું પ્રતિત થઇ રહ્યું છે.

સેક્ટર 1 અને 4 માં ડ્રેનેજની લાઇન નાખવામાં પાણીની લાઇન તોડી નખાઇ
બીએસએનએલના કેબલને પણ નુકશાન
પાલીકા અને બીએસએનએલ વચ્ચે કોઇ કામ સંદર્ભે સંકલન સાધવામાં આવે છે. પરંતુ કેટલાક કિસ્સામાં બીએસએનએલને જાણ કર્યા વગર જ આડેધડ રસ્તાનું ખોદકામ કરવામાં આવતા બીએસએનએલના કેબલ કપાઇ જાય છે. લીલાશાહ વિસ્તારમાં પેવર બ્લોક નાંખવાની કામગીરીમાં પણ આવી જ ફરિયાદ ઉઠી હતી. કારોબારી સમિતિના ચેરમેનના વિસ્તારમાં જ રાતોરાત જેસીબી ચલાવવામાં આવતા કેબલ કપાઇ જતા 100થી વધુ ટેલીફોન મુંગા થઇ ગયા હતા તેવી બીએસએનએલના સુત્રોએ ફરિયાદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો