- Gujarati News
- National
- Mandvi News In Kutch Addiction To Cancer Is Higher Among Rural People Than In Urban Areas 070505
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કચ્છમાં વ્યસનના સેવનથી શહેરી કરતા ગ્રામ્ય લોકોમાં કેન્સરનું પ્રમાણ વધુ
શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ મધ્યે ચાલતી 46મી સર્વરોગ નિદાન સારવાર શિબિર ચરમસીમાઅે પહોંચી છે. અારોગ્ય શિબીરમાં કચ્છ ઉપરાંત સાૈરાષ્ટ્ર ગુજરાત તેમજ રાજ્ય બહારથી પણ અહીં થતી સારવાર માટે મોટી સંખ્યામાં દર્દીઅો અાવી રહ્યા છે. ખુબ જ વિશાળ સંખ્યામાં અાવતા દર્દીઅોને કોઇ પણ જાતની તકલીફ ન થાય તે માટે વર્ષોથી અારોગ્ય કેમ્પમાં સેવા અાપતા કાર્યકરો દર્દીઅોને ક્રમબધ્ધ ડોક્ટર પાસે નિદાન માટે લઇ જાય છે.
માતૃશ્રી મમીબાઇ હીરજી રતનશી ( નાના ભાડીયા) તરફથી યોજાયેલા જનરલ સર્જરી શિબિરમાં દર્દીઅોને ડો. નયના દેઢીયા, ડો. ભરત મામણીયા, ડો. લેકીન વીરાઅે તપાસ્યા હતા. યોગ્ય દર્દીઅોના અહીં સ્થાનીક હોસ્પિટલ દ્વારા અોપરેશન કરી અપાશે. શૈલ જૈન બુટાનીના સહયોગથી યોજવામાં અાવેલી કેન્સર શિબિરમાં દર્દીઅોને ડો. વિમલ જૈન, ડો. ભરત નંદુ, ડો. સુંદરમ પિલ્લાઇઅે તપાસ્યા હતા. કેન્સરના નિષ્ણાંત ડોક્ટરોના જણાવ્યા મુજબ કચ્છમાં ખાસ કરીને યુવાનોમાં ગુટખા તંબાકુ તથા ધુમ્રપાનની અાદતને લીધે મોઢા તથા ગળાના કેન્સરનું પ્રમાણ વધારે છે. તેમાં પણ ગ્રામ વિસ્તારમાંથી અાવતા લોકોમાં અા રોગનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. હવે તો સ્ત્રીઅોમાં પણ ગુટખાના સેવનને લીધે તેઅોને પણ કેન્સરનો ભોગ બનવુ પડે છે કેન્સરના થાય અથવા અટકાવવા માટે શિક્ષણ તથા જાગૃતિની ખુબજ જરૂર છે. સ્ત્રોઅોમાં સ્તન તથા ગર્ભાશયમાં થતા કેન્સરની સંખ્યા વિશેષ જોવા મળે છે. ભાનુબેન લક્ષ્મીચંદ ધારશી છેડા( કુંદરોડી) દ્વારા સમગ્ર શિબિર દરમિયાન મહિલાઅોને કેન્સર રોગ વિશે સમજ અાપવા માટે ખાસ અલગ વિભાગ શરૂ કરવામાં અાવ્યો છે. જેમાં નીર્મલાબેન, હંસાબેન, વિધીબેન, હેમલતાબેન દ્વારા મહિલાઅોમાં થતા કેન્સર રોગ અને રોગ પ્રતિકારકતા સામે જનજાગૃતિ અભિયાન હેઠળ મહિલાઅોને જાણકારી અાપવામાં અાવે છે. સંસ્થાના ટ્રસ્ટીઅો વિજય છેડા, ડો. મયુર મોતા, શાંતીભાઇ વીરા, રમેશ પ્રેમચંદ મહેતા વગેરે શિબિરમાં સતત હાજર રહી માર્ગદર્શન અાપી રહ્યાં છે. શિબિરમાં વાહન વ્યવસ્થા ચંન્દ્રકાંત છેડા તથા સ્વાગત કક્ષમાં વિમળાબેન છેડા ફરજ બજાવી રહ્યાં છે.