તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નખત્રાણા તાલુકાના કોટડા (જડોદર) ગામે છેલ્લા ત્રણ દિવસથી અેક

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નખત્રાણા તાલુકાના કોટડા (જડોદર) ગામે છેલ્લા ત્રણ દિવસથી અેક શ્વાન અચાનક હડકાયું થયું હતું અને નાના મોટા ૧૩ જણને બચકા ભરી લેતા ગામમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

ગામના મહેશભાઇ ઠક્કરના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ દિવસથી અા હડકાયા શ્વાને ૧૩ જણને બચકા ભરી ઘાયલ કર્યા છે. કોઇને ઉઝરડા થયા છે તો કોઇને ઉંડા ઘા થયા છે. જેમાં યુગ દિલીપ સુરાણી (ઉ.વ.૬), પુજાબેન હાર્દિક ભટ્ટી (ઉ.વ.૨૭), શાૈર્ય સુરુભા જાડેજા (ઉ.વ.૭)ને બચકા ભરીને ઇજા પહોંચાડી હતી. તેમજ ત્રણ દિવસ દરમિયાન બધા મળીને ૧૩ જણને બચકા ભર્યા હતાં. જેમને સ્થાનિક અારોગ્ય કેન્દ્રમાં સારવાર અપાઇ હતી. તેમજ ૧ અજાણ્યાને વધુ ઘા થતા ભુજ સારવાર માટે ખસેડાયો હતો. અા હડકાયો શ્વાન હાથમાં ન અાવતા શાળાઅે જતા બાળકો તેમજ મોટેરાઅો પણ હજુ ડર અનુભવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો