તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુંદાલામાં પરપ્રાંતીય બંધુઓ 1.32 લાખની રોકડ લઇ ફરાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુન્દ્રા તાલુકાના ગુંદાલા ગામે ફેબ્રીકેશનની દુકાનમાં કારીગર તરીકે ફરજ બજાવતા બે પરપ્રાંતીય સહોદર દુકાનમાં આવેલી તિજોરીમાંથી 1,36,000ની રોકડ અને 7,000રૂ કિંમતનું સ્પ્લેન્ડર બાઈક મળી કુલ્લ 1,39,000રૂ નો મુદામાલ ઉઠાવી પલાયન થઇ જતાં પોલીસ હરકતમાં આવી હતી.

મુન્દ્રા કોસ્ટલ પોલીસ મથકેથી ફકીરભાઈ ભીમશીભાઈ ગઢવી (ઉ.વ.30,રહે ગુંદાલા તા મુન્દ્રા)ની ફરીયાદને ટાંકીને પ્રાપ્ત અહેવાલ મુજબ તેમની ગુંદાલા ધોરીમાર્ગ પર સચ્ચામાતા મંદિર પાસે આવેલી ફેબ્રીકેશનની દુકાનમાં કારીગર તરીકે નોકરી કરતા બિહારી બંધુઓ સદામ ઉર્ફે સલમાન આદિલ શેખ(ઉ.વ.25)અને સરતાજ આદિલ શેખ (ઉ.વ.22 રહે બન્ને આડા તા.કુંજલે જી બીટીયા-બિહાર) 25/9 ની રાત્રે 11 વાગ્યાથી 26/9 ની સવાર સુધી કોઈ પણ સમયે દુકાનની તિજોરીમાં રાખેલ રોકડ રકમ 1,32,000 અને 7000 રૂ કિંમતનું હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ ઉઠાવીને છુ થઇ ગયા હતા.બનાવને પગલે કોસ્ટલ પોલીસ મથકે બન્ને આરોપીઓ વિરુદ્ધ ચોરીનો ગુનો દર્જ કરી પોલીસ થાણાના સબ ઇન્સ્પેકટર એસએ ગઢવીએ આરોપીઓના ઓળખપત્ર પરથી તેમનું પગેરું દબાવાના ચક્રો ગતિમાન કર્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બન્ને આરોપીઓએ માલમતા ઉઠાવી ત્વરાએ ગામ મુકવા માલીકની મોટરસાયકલ ઉપયોગમાં લીધી છે ત્યારે સમગ્ર કાવતરું પૂર્વનિયોજીત હોવાનું ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...