તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Mandvi News In Essence The Seeds That Were Planted In The Field Of Education 50 Years Ago Have Become A Tree Today 070507

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સારસ્વતમે 50 વર્ષ પૂર્વે શિક્ષણક્ષેત્રે રોપેલા બીજ આજે વટવૃક્ષ બન્યા છે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
કચ્છના છેવાડાના વિસ્તાર સુધી શિક્ષણની જ્યોત પ્રજ્વલિત રાખનારી સારસ્વતમ સંસ્થાઅે 5 દાયક પહેલાં રોપેલા બીજ અાજે વટવૃક્ષ બન્યા છે તેમ સુવર્ણ જયંતી નિમિત્તે માંડવીમાં અાયોજિત કાર્યક્રમમાં જણાવાયું હતું.

સંસ્થા સંચાલિત 20 શાળાઅો વચ્ચે યોજાયેલી વિવિધ રમત ગમત સ્પર્ધાના વિજેતાઅોને સન્મનવા યોજાયેલા સમારોહમાં સારસ્વતમના પ્રમુખ વિજયાલક્ષ્મીબેન શેઠે અધ્યક્ષીય વક્તવ્યમાં પાંચ દાયકાની લાંબી સફરને સફળ બનાવવા માટે ટ્રસ્ટીગણ, ગામના મહાજન, વાલી મંડળ અને વિદ્યાર્થીઅોનો અાભાર માન્યો હતો. ભૂતકાળના સંભારણા વાગોળતાં માનદ્ મંત્રી શિવદાસ પટેલે સ્થાપક સ્વ. તુલસીદાસ શેઠ, ઝુમખલાલ મહેતા, દામજી ઠક્કર, પ્રેમજી ભવાનજી જેવા અનેક અગ્રણીઅોઅે અાપેલા યોગદાનને યાદ કર્યું હતું. ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઅોની સફળતા શિક્ષણ પથમાં ઉજાગર થઇ છે તેમ ખીમજી રામદાસ ટ્રસ્ટના ભરત વેદે કહ્યું હતું.

વીઅારટીઅાઇના ગોરધન પટેલ કવીઅે શિક્ષણ ક્ષેત્રે 50 વર્ષ સુધી ટકી રહેવાનું કામ કઠિન હોવાનો સૂર વ્યક્ત કર્યો હતો. ચેમ્બર પ્રમુખ વાડીલાલ દોશી, મંત્રી રાજુભાઇ સહિતના મંચસ્થોઅે પ્રાસંગિક વક્તવ્ય અાપ્યું હતું. સંસ્થાના દાતા અને ઉપપ્રમુખ ઠક્કરનુ વિશેષ સન્માન કરાયું હતું. પ્રતીમાબેન ધારક, અાચાર્યો અાર. સી. ઝાલા, મહેશ અમૃતિયા, કરણ ઠક્કરનું બહુમાન કરાયું હતું. ટ્રસ્ટી કૈલેશ દોશીઅે પિતા વસંતભાઇની સ્મૃતિમાં 11 હજારના પુરસ્કારની જાહેરાત કરી હતી.

મૂલેશ દોશીઅે સંસ્થાનો પરિચય અાપ્યો હતો. નર્મદાબેન ઠક્કર, નલિનીબેન ઠક્કર, દિપ્તીબેન રાજુ, નિતિન ઠક્કર, હાસમ મેમણ, વી. ડી. સોની, રામસંગજી જાડેજા, રમણિક રાયચંદા, પ્રભાતસિંહ સોલંકી, પ્રજ્ઞાબેન પોપટ, મહેન્દ્ર કંદોઇ, શશિકાંત દાવડા, મીનાક્ષીબેન ચુડાસમા, તૃપ્તિબેન પંડ્યા, મીનાબેન ભીંડે, અબ્દુલ રાયમા, ભરત વોરા સહિતના અગ્રણીઅો અને બહોળી સંખ્યામા વાલીઅો ઉપસ્થિત રહ્યા હતા. રશેષ રાવલે અાભાર વિધિ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો