તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતનગરમાં યુવાને ગળે ફાંસો ખાઇ આયખું ટુંકાવ્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગાંધીધામ ભારતનગર વિસ્તારમાં મહેશ્વરીનગર ખાતે રહેતા યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ લઇ આયખું ટુંકાવ્યું છે, તો ટ્રાન્સપોર્ટ નગર પાસે ચાની લારી પર ચા પી રહેલા યુવાનને અચાનક ખેંચ ઉપડ્યા બાદ તેનું મોત નિપજ્યું હોવાની ઘટના પોલીસ ચોપડે ચડી છે.

આ બાબતે પોલીસ ચોપડેથી પ્રાપ્ત વિગતો મુજબ, ભારતનગર વિસ્તારમાં મહેશ્વરીનગર ખાતે રહેતા 32 વર્ષીય દિલીપ ખીમજીભાઇ દેવરિયાએ પરોઢે 4 વાગ્યાના અરસામાં પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ લીધો હતો. જાણ થયા બાદ રામબાગ હોસ્પિટલ લઇ જવાયા બાદ ફરજ પરના તબીબ ડો.એ.કે.શ્રીવાસ્તવે મૃત જાહેર કરી આ બાબતે પોલીસને જાણ કરી હતી. એ-ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ બી.એ.ચાવડાએ કારણ જાણવા તપાસ આદરી છે.

તો અન્ય બનાવમાં ગત સવારે 9:30 વાગ્યાના અરસામાં ટ્રાન્સપોર્ટનગર ખાતે રહેતો 39 વર્ષીય કૃપાસિંધુ ગજેન્દ્ર નજીક આવેલી ગોપીનાથ ચા ની રેંકડી પર ચા પી રહ્યો હતો ત્યારે અચાનક તેને ખેંચ ઉપડતાં તાત્કાલીક રામબાગ હોસ્પિટલ ખસેડાયો હતો પરંતુ સારવાર કારગત નિવડે તે પહેલાં તેણે દમ તોડ્યો હોવાનું ફરજ પરના તબીબ ડો.આદિલ કુરેશીએ પોલીસને જણાવ્યુ઼ હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો