તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભચાઉની યુરો કોલોનીમાં યુવાને ગળે ફાંસો ખાઇ લીધો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભચાઉ તાલુકાના નવાગામ ખાતે આવેલી યુરો કોલોનીના મકાનમાં રહેતા 26 વર્ષીય પશ્ચિમ બંગાળના યુવાને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ લઇ અંતિમ પગલું ભરી લીધું હોવાની ઘટના ભચાઉ પોલીસ મથકે નોંધાઇ છે.

ભચાઉ પોલીસ મથકના પીએસઓ લાલજી ચાવડાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે બનાવ 23/2 ના સાંજે 4 વાગ્યાથી 7 વાગ્યા દરમીયાન બન્યો હતો જેની જાણ સરકારી હોસ્પીટલના તબીબ ડો.કે.કુમારે ટેલીફોનિક જાણ કરતાં આ ઘટના પ્રકાશમાં આવી હતી.

મુળ પશ્ચિમ બંગાળના હાલે નવાગામ ખાતે આવેલી યુરો કોલોનીના બ્લોક નંબર 7 માં રહેતા 26 વર્ષીય શ્રીનાથ ગણેશ ઘોષે કોઇ અગમ્ય કારણોસર પંખામાં સુતરાઉ કાપડ બાંધી ગળે ફાંસો ખાઇ લીધો હતો જેને તબીબે મૃત જાહેર કર્યા હતા.

કયા કારણોસર આ યુવાને અંતિમ પગલું ભરી લીધું તે બાબતે ભચાઉ પોલીસ મથકના હેડકોન્સટેબલ અરવિંદસિંહ જાડેજા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો