તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંજારમાં વરલી મટકાનો જુગાર રમાડતા 4 ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજાર| અંજાર પોલીસે જુદા જુદા વિસ્તારોમાં વરલી મટકાનો જુગાર રમી રમાડી રહેલા ચાર શખસોને રૂ.6,250 રોકડ સાથે પકડી લઇ તેમના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી. અંજારના જુદી જુદી જગ્યાએથી વરલી મટકાનો જુગાર રમાડતા 4 વ્યક્તિઓને રોકડ સાથે પકડવામાં આવ્યા હતા જેમાં શિવુભા બાલુભા જાડેજાને ગંગાનાકા વિસ્તારમાંથી રૂ.1540ની રોકડ સાથે પકડી પાડવામાં આવ્યો હતો. મયુર રમેશભાઈ મારુ ખાત્રીચોકમાંથી 1160ની રોકડ સાથે ઝડપાયો હતો. તેમજ શરદ ભરત કોલી કસ્ટમ ચોકમાંથી 1170 સાથે પકડાયો હતો તથા હાસમ ઈલિયાસ સુરંગી, યાશીન શેખ, હુસેન ઉર્ફે રઘુ પૈકીનો હાસમ 2380ની રોકડ ઉપરાંત મોબાઈલ સહિત 3380નો મુદ્દામાલ સહિત ઝડપાયો હતો. જેમાંથી યાશીન તેમજ હુસેન ઉર્ફે રઘુ મળી આવેલ ન હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો