તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

9-બીમાં 40 જેટલા ડેન્ગ્યુના દર્દી મળ્યા?

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ નગરપાલિકા અ-વર્ગની ગણવામાં આવી રહી છે. એક સાંધેને તેર તુટે તેવી સ્થિતિમાં આ સ્થાનિક સ્વરાજની સંસ્થામાં છેલ્લા કેટલાય વર્ષોથી આરોગ્ય ઇન્સ્પેક્ટરની નિમણુંક કરવામાં આવી નથી. હાલ જે કામગીરી કરવામાં આવે છે તેમાં મેલેરીયા વિભાગને સાંકળવામાં આવે છે. હકીકતે ઇન્સ્પેક્ટરની નિમણુંક કરવી જોઇએ તે કરવામાં આવતી નથી. આ બાબતે જાગૃત નાગરીક દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે. જ્યારે બીજી બાજુ સંકુલમાં છેલ્લા કેટલાય દિવસોથી ડેન્ગ્યુનો કહર વધી રહ્યો છે. એક છાત્રાનું શંકાસ્પદ ડેન્ગ્યુને કારણે મૃત્યુ પણ નિપજ્યું છે. 9-બી વિસ્તારમાં લોકોના સર્વેમાં ઘરે ઘરે ડેન્ગ્યુના દર્દી મળી આવતાં અંદાજે 40 જેટલો આંકડો પહોંચ્યો હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી રહી છે.

ગાંધીધામ- આદિપુરમાં હાલ રોગચાળો ફાટી નિકળ્યો છે. ડેન્ગ્યુના રોગ વધી રહ્યા છે જેને લીધે પરીસ્થિતિ વિકટ બનતી જાય છે. જાણકાર વર્તુળના દાવા મુજબ 9-બી વિસ્તારમાં છેલ્લા બે દિવસમાં જાગૃત નાગરીકો દ્વારા તપાસ કરવામાં આવતાં 40 જેટલા ડેન્ગ્યુના કેસ બહાર આવ્યા છે. તે બાબત ચિંતાજનક ગણી શકાય. આ બાબતે નગરપાલિકામાં રજૂઆતો પણ કરવામાં આવી છે તેમ છતાં જરૂરી પગલા ભરવામાં આવ્યા નથી તેવી ફરીયાદ પણ ઉઠી રહી છે. સંબંધિત મકાનોમાં સર્વે કરીને મેડીકલની જે ટ્રીટમેન્ટ લેવામાં આવી રહી છે તે અંગે પણ પાલિકાને જાણ કરવામાં આવી ચૂકી છે. તેમ છતાં જે રીતે પગલા ભરવા જોઇએ તે ભરાતા ન હોવાની ફરીયાદ પણ ઉઠી રહી છે.

આરોગ્ય | ભાજપની નગરસેવિકા પણ ડેન્ગ્યુમાં સપડાઇ
આદિપુરમાં ગટર લાઇન બેસી જતાં હુંસાતુંસીના રાજકારણ પછી થયેલા વિલંબને લીધે અને ગટરના પાણીનો ઝડપી નિકાલ કરવામાં નિષ્ફળ ગયેલી પાલિકા પર લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આ વિસ્તારમાં રોગચાળો ફાટી નિકળ્યો છતાં જરૂરી પગલા સમયસર લેવાયા નથી. જેને લીધે અગાઉ ભાજપના જ નગરસેવકના પરીવારજનોને ડેન્ગ્યુમાં સપડાવવું પડ્યું હતું અને તાજેતરમાં ભાજપની નગરસેવિકા ઉષાબેન મીઠવાણીને પણ ડેન્ગ્યુના પગલે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી છે.

આરોગ્ય અધિકારીની શું ભૂમિકા?
જાગૃત નાગરીક સમીર દુદાણીએ કરેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ ગાંધીધામ મોડલ રૂલ્સ 13માં આપવામાં આવ્યું છે. જેમાં આરોગ્ય અધિકારીની ફરજમાં જાહેર સ્વાસ્થ્યનું સુપરવીઝન કરવું અને તે અંગેની ચીફ ઓફિસરના સલાહકાર તરીકેની ફરજ બજાવવા સંપૂર્ણ સ્વસ્થતા શહેરમાં રહે તેની ચોકસાઇ, રોગચાળો અટકાવવા પગલા, કારોબારી અને સામાન્ય સભામાં કામગીરીના રીપોર્ટ રજૂ કરવા, ચેપી રોગથી થયેલા મૃત્યુ અંગે રજીસ્ટર નોંધ રાખવા વગેરે બાબતોનો સમાવેશ થાય છે. હવે જોવું રહ્યું કે, નપાણીયા નેતાઓ કેવી રીતે નગરપાલિકામાં અધિકારીની નિમણુંક કરાવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...