ભચાઉના યુવાને દાગીના પરત કરીને પ્રમાણિકતા દાખવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉમાં જથ્થાબંધ શાકભાજીનો વ્યવસાય કરતા અેક યુવાનને રસ્તા પરથી સોનાના દાગીના સહિતનું પાકિટ મળી અાવ્યું હતું જે તેણે મૂળ માલિકને શોધીને પરત કરવાની સાથે પ્રમાણિકતા દર્શાવી હતી.

કરણ રસિકભાઇ પ્રજાપતિ નામના યુવાનને થોડા દિવસ પહેલાં શાક માર્કેટ પાસે અેક પાકિટ મળ્યું હતું જેમાં સોનાની બુટી સહિતના ઘરેણા હતા. અા તકે તેમણે પોતાના મામા અને પૂર્વ નગરપતિ દિલિપ પ્રજાપતિનો સંપર્ક કરીને પાકિટ મૂળ માલિકને પરત કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પાકિટને ચકાસતાં સોની વેપારીઅે રાજેન્દ્રસિંહ જાડેજા, કુંભારડી લખેલી ચિઠ્ઠી મળી હતી. અા કાચા બિલ પરથી કુંભારડીના સરપંચ શક્તિસિંહ જાડેજાનો સંપર્ક કરીને ખોવાયેલું પાકિટ મૂળ માલિકને પરત અાપવામાં અાવ્યું હતું. પાકિટ પરત મળતાં તેમણે યુવાનની પ્રમાણિક્તાને બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...