તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજાના દિવસે પણ પાલિકાની ઢોલ પીટી 5 લાખની વસૂલાત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગાંધીધામ નગરપાલિકા દ્વારા વેરા વસૂલાતના 36 કરોડના લક્ષ્યને પુરવાર કરવા માટે હવે ધમપછાડા શરૂ કરી દીધા છે. નાણાંકીય વર્ષ પુરૂં થવામાં આવી રહ્યું છે તેવા સમયે હજુ સુધી માત્ર 36 ટકા જેટલી જ વસૂલાત કરવામાં નગરપાલિકાને સફળતા મળી છે. વધુને વધુ વેરાની વસૂલાત આવે તે માટે જાગેલી પાલિકાએ આજે બાકીદારોને ત્યાં ઢોલ પીટીને પૈસા વસૂલવાની ઝૂંબેશ શરૂ કરી હતી. રજાના દિવસે પણ પાલિકાએ બીલ લેવાની કામગીરી ચાલુ રાખતા આજના દિવસે અંદાજે પાંચેક લાખ રૂપિયાની આવક પાલિકાને થઇ છે. વેરા વસૂલાતની ઝુંબેશ હજુ વેગવાન બનાવીને મિલ્કત જપ્તી સહિતના પગલા ભરવા પાલિકાએ કમર કસી હોવાના સંકેત મળી રહ્યા છે.

નગરપાલિકા દ્વારા વેરા વસૂલાતની કામગીરીમાં નબળાઇ ફરી એક વખત છતી થઇ રહી છે. દર વર્ષે વેરા વસૂલાતમાં લક્ષ્યાંક વધી રહ્યો છે તે પુરો કરવા માટે પાછળી વસૂલાત કરાવવા માટે પણ અગાઉથી જે કામગીરી થવી જોઇએ તે થતી નથી. જેને લઇને દર વર્ષે બાકી રકમમાં વધારો થઇ રહ્યો છે. વેરા વસૂલાતની ઝુંબેશ સમયસર શરૂ કરવી જોઇએ તેને બદલે મોડેથી કામગીરી કરતા પાલિકા નિયત લક્ષ્ય પુરૂં પાડી શકતું નથી. આજે શહેરના જુદા જુદા વિસ્તારમાં જેની રકમ બાકી હતી ત્યાં ટીમ દ્વારા ઉઘરાણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે બે સ્થળે તો ઢોલ પણ પીટીને તાયફો બાકીદારનો કર્યો હતો. જેના ભાગરૂપે બાકી વસૂલાત ભરપાઇ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો