તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાપર તાલુકાના ભીમાસર ગામે આરોગ્ય કેન્દ્ર ભગવાન ભરોસે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાપર તાલુકાના ભીમાસર ખાતે આવેલા પીએચસીમાં ઘણા સમયથી સ્ટાફ ઘટની સમસ્યાથી ગ્રામજનોને પૂરતી સુવિધા નથી મળતી. તો જે સ્ટાફ છે તે પણ મોટાભાગે ગેરહાજર રહે છે, જેના કારણે જો કોઈ મોટી બીમારી ફેલાશે તો આનું જવાબદાર કોણ હશે તેવો સવાલ લોકો દ્વારા ઉઠવવામાં આવી રહ્યો છે.

ગામના અગ્રણી ડાયાભાઈ પોપટભાઈ રાઠોડ દ્વારા ગત 25/4/2018ના આ બાબતે ગ્રામજનોની સહીઓ લઈને લેખિત જાણ કરી હતી કે તે પીએચસીમાં ગયા ત્યારે કોઈ સ્ટાફ હાજર ન હતા. જેનો જવાબ આજ રોજ નિવેદન રૂપે કર્મચારી દ્વારા લેવાયો હતો.

જોકે છેલ્લા 12 મહિનાથી આજ સુધી હોસ્પિટલની હાલત તે પરિસ્થિતિ માં જ છે અને મુખ્ય ડોકટર પોલને તાલુકા હેલ્થનો ચાર્જ મળતાં ભીમાસર વિઝીટ કરવા પણ નથી આવતા તેવો આક્ષેપ પણ ડાયાભાઈ દ્વારા કરવામાં આવ્યો હતો અને જો તાત્કાલીક અસરથી લાગતા વળગતા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી નહિ કરાય તો આગામી સમયમાં તાળાબંધી અને ઉગ્ર વિરોધ કરાશે તેવું પણ ગ્રામજનોએ જણાવ્યું હતું. જોકે અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે છેલ્લા 15 દિવસથી તાલુકા હેલ્થમાં હડતાળ ચાલે છે માટે તાલુકાના બીજા પીએચસી વગેરે હોસ્પિટલોમાં પારાવાર મુસીબતોનો સામનો તાલુકાની પ્રજાને થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો