તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અધધ સ્પીડબ્રેકરો, છતાં સફેદ પટ્ટા ક્યાંય નહીં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અકસ્માત ભંજક સ્પીડબ્રેકરોજ જ્યારે અકસ્માતોનું એક કારણ બનવા લાગે ત્યારે વ્યવસ્થાઓએ ક્યાં થાપ ખવાઈ ગઈ તે તપાસવું રહ્યું. ગાંધીધામ આદિપુરમાં વાહનોની ગતીને અંકુશમાં લાવવા સ્પીડબ્રેકરોના નિર્માણમાં તો ઉત્સાહ દર્શાવાય છે, પરંતુ તેના નિયમો પર ધ્યાન અપાતું નથી. સ્પીડબ્રેકરો પર લગાવવા જોઇએ સફેદ પટ્ટા લગાવવાની તસ્દી ન લેવાતા તેની પ્રતિતી વાહન ચાલકોને થતી નથી અને થાય ત્યાં સુધીમાં તેની ઝટકો લાગી ગયો હોય છે. તો બીજી તરફ તેની ઉંચાઈ અને પહોળાઈના નિયમો પણ જળવાતા નથી. પોતાના ઘર કે ઓફિસ બહાર મન પડે તેમ બનાવી દેવાતા કેટલાક સ્પીડબ્રેકરોમાં તો કાર કે દ્રિ ચક્રિ વાહનનો તળીયુ સ્પર્શી જાય અને નુકશાન પહોંચાડે એટલા અણીયારા અને ઉંચા હોય છે. તો તેના આડેધડ નિર્માણ પર હજી સુધી પાલિકા, પોલીસ કે અન્ય પ્રશાસને કોઇ ગંભીરતાથી નોંધ લઈને કાર્યવાહિ ન કરાતા અનેક વિસ્તારોમાં રોડ નાનો ને જમ્પર વધુ જેવો તાલ સર્જાયો છે. સપનાનગરના ઈફ્કો પાછળના એક માર્ગ પરજ અઢારથી વધુ સ્પીડબ્રેકરો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. જેના કારણે ન માત્ર વાહન ચાલકોની કમર પર અસર પહોંચી રહિ છે પરંતુ તેના જમ્પર અને વાહનની સ્થિતી પર પણ અસર પહોંચે છે.

સ્પીડબ્રેકરોના એ નિયમો, જેનું પાલન નથી કરાઈ રહ્યું!
ઈન્ડિયન રોડ્સ કોંગ્રેસ અનુસાર સ્પીડબ્રેકરની ઉંચાઈ 10 સેન્ટીમીટરથી વધુ ન હોવી જોઇએ અને પહોળાઈ 5 મીટરની હોવી જોઇએ. તો બે સ્પીડબ્રેકર વચ્ચેનું અંતર 120 મીટર કે તેથી વધુ હોવુ જોઇએ. આગળ સ્પીડબ્રેકર આવે છે તેની જાણ થાય તે માટે તેનું સુચિત બોર્ડ આગળ હોવું જોઇએ અને વાહન ચાલકને સ્પીડ બ્રેકર આવે છે એટલે બ્રેક મારવાની ખબર પડે તે માટે તેના પર ધોળા પટ્ટા લગાવવા પણ ફરજીયાત છે. પરંતુ આ તમામનું પાલન ન થતું હોવાના કારણે અકસ્માતનું નિવારણ બનવા જોઇતા સ્પીડબ્રેકરો તેનું કારણ બની જાય છે.

વાહનોના સ્લીપ થવાના બનાવો બન્યા
ભાસ્કર ન્યૂઝ. ગાંધીધામ

બેંગ્લોરમાં રોડનું લેવલીંગ ન હોવાના કારણે પોતાની સ્કુટીમાં નિકળેલી ગ્રુહીણી સ્લીપ ખાઈને અન્ય વાહનની અડફેટે આવી જતા કરુણ મોતને પામી હતી. માર્ગોનું લેવલીંગ એ મહત્વનો પાસો છે, જેને લઈને ગાંધીધામમાં પ્રશાસન હંમેશા ગફલતમાં રહેતું હોવાના આક્ષેપ લાગતા રહે છે. આ વખતે પણ આવોજ તાલ સર્જાયો છે.

આ વર્ષે પડેલા સારા વરસાદ બાદ ધોવાયેલા માર્ગોને ફરી નીવીનીકરણ કરાયું હતુ પરંતુ ભારતનગરમાં સોમવારે વહેલી પરોઢે પડેલા વરસાદ બાદ પાણી નવા માર્ગો પરજ પડ્યા રહેતા હતા. સ્લોપ ન અપાયો અને લેવલીંગ ન કરાયુ હોવાના કારણે આવો તાલ શહેરના ઘણા વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. આટલુજ નહિ પણ તેના કારણે માર્ગો પરથી વાહનો સ્લીપ થવાના અને બનાવો પણ બની રહ્યા છે.

નવા બનાવાયેલા માર્ગોમાં પણ પાણીનો ભરાવો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો