તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારી વીજ ઉત્પાદનમાં 2268 મી. યુનિટનો ઘટાડો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સરકારે વિધાનસભામાં રજૂ કરેલી માહિતી પ્રમાણે વર્ષ 2019-20માં સરકારી વીજ મથકોના વીજ ઉત્પાદનમાં 2268 મિલિયન યુનિટનો ઘટાડો થયો છે.

ઊર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતે પોતાની સરપ્લસ વીજળીનું વેચાણ 10 રાજ્યોને કર્યું છે. કોંગ્રેસે માંગણી કરી હતી કે જો વીજળી વધારાની હોય તો અન્ય રાજ્યોને વેચવાને બદલે ખેડૂતોને આપવી જોઇએ.

કોંગ્રેસના ધારાસભ્યના પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે વર્ષ 2018-19માં વીજ ઉત્પાદનમાં ૪૧૮૫ મિલિયન યુનિટનો વધારો થયો હતો પરંતુ 2019-20માં વીજ ઉત્પાદનમાં ૨૨૬૮ મિલિયન યુનિટનો ઘટાડો નોંધાયો હતો. 2019ના વર્ષમાં એસ્સાર પાવર પાસેથી રૂ. 3.16ના ભાવે 2807 મિલિયન યુનિટ, અદાણી પાવર-મુંદ્રા પાસેથી રૂ.4.02ના ભાવે 13053 મિલિયન યુનિટ ખરીદાઈ છે.

વધારાની વીજળી હોય તો ખેડૂતોને આપો : કોંગ્રેસ

સરકારે 10 રાજ્યોને વધારાની વીજળી વેચી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો