તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નખત્રાણા સ્વામિનારાયણ મંદિરે ભગવાન વેપારી બન્યા : શાકભાજીની હાટડી મંડાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નખત્રાણા| કાર્તિક માસની સુદ એકાદશી એટલે પ્રબોધિની એકાદશીના દિવસે ભગવાનની આગળ હાટડી કરવામાં આવે છે. ભક્તો પોતાની વાડીમાં થયેલાં ધાન્યો, અનેક પ્રકારના શાક, ફળ ભગવાનને અર્પણ કર્યા બાદ તેનો ઉપયોગ કરે છે એટલે એકાદશીના દિવસે ભગવાન વેપારી બની સૌ ભક્તોને દર્શન આપે છે. આ વાતને સ્વામિનારાયણ ભગવાને સત્સંગી જીવનગ્રંથના ચોથાં પ્રકરણમાં 58 માધ્યમની અંદર ભગવાનની આગળ હાટડી ભરવી એ વાત કરેલી છે એ પરંપરા અનુસાર વૈષ્ણવ મંદિરોની અંદર ભગવાનની આગળ હાટડી પુરાય છે. બીજુ કારણ સંતો એ પણ બતાવે છે કે સ્વામિનારાયણ ભગવાન કચ્છની અંદર કંથકોટમાં પધાર્યા ત્યારે કચરા ભગતના ઘરે શાક વેચવા માટે બેઠા હતા. એ લીલાનું પણ સંસ્મરણ રહે એ માટે ભગવાનની આગળ હાટડી ગોઠવવામાં આવે છે અને ભક્તો વર્ષમાં એક જ વખત આવા દર્શન પામે છે. નખત્રાણામાં સૌ પ્રથમ વખત સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનની હાટડી યોજાઇ હતી. સ્વામિનારાયણ સત્સંગ મંડળની બહેનોએ અાયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...