તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંજારમાં વેંચી દીધેલા ઘર પર લોન મેળવી ઠગાઈ કરાઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંજાર શહેરના બીલેશ્વર નગરમાં વેચેલા મકાન પર ખરીદનારની જાણ બહાર લોન મેળવી વિશ્વાસઘાત,ઠગાઈ કરતા દંપતી સામે ફોજદારી નોંધાવવામાં આવી હતી.

ફરિયાદને ટાંકીને અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે પુષ્પાબા કરશનજી ચુડાસમાએ બીલેશ્વર નગરમાં મકાન નં. 35/બી વાળું વસંતભાઈ પ્રભુદાસ ચંદે તથા જલ્પાબેન વસંતભાઈ ચંદે પાસેથી તા. 11-3-2011ના ખરીદ દસ્તાવેજથી ખરીદ કરેલ હતું. ત્યારબાદ આ દંપતીએ વેંચેલા મકાન પરજ ગાંધીધામની દેના ગુજરાત ગ્રામીણ બેંક માંથી રૂ. 8.50 લાખની લોન મેળવી હતી. થોડા સમય સુધી લોન ભરપાઈ કર્યા બાદ આરોપીઓએ બાકી નીકળતા નાણાં રૂ. 7,89,732 ભર્યા ન હતા અને બાકી લોનની રકમ ભરપાઈ કરવા માટે બેંક દ્વારા ફરિયાદીના મકાનમાં નોટિસ ચોંટાડી મકાનનો કબજો મેળવવા કાર્યવાહી કરતા પોતાના સાથે દંપતીએ છેતરપિંડી કરી હોવાનું સપાટી પર આવતા થયેલ વિશ્વાસઘાત-ઠગાઈ અંગે અંજાર પોલીસ મથકે ફરિયાદ કરતા અંજાર પોલીસ દ્વારા ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો