તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંજાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં જૂથવાદ સક્રિય થયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એક સમય એવો આવ્યો હતો કે જૂથવાદના નામ સાથે અંજારનું નામ જોડાઈ ગયું હતું. જુદા જુદા તબક્કે શરૂ થયેલું આ જુથવાદનુંં દૂષણ નગર પાલિકા સંચાલીત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પણ ફેલાઇ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. સૂત્રોના દાવા મુજબ અંજાર શિક્ષણ સમિતિના ચેરમેનની નિમણૂક સમયે 2 વ્યક્તિઓની ખાસી એવી રસાકસી ચાલી રહી હતી. પરંતુ રાજકીય આગેવાનો દ્વારા સમજાવટનો રસ્તો અપનાવી રેસમાં ચાલી રહેલા પૈકીના હાલના ચેરમેન કિશોર ખટાઉને સમિતિના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ ખટાઉ ચેરમેન તરીકે જાહેર થઈ જતા જુથવાદના મૂળીયા ત્યારે જ નખાઇ ગયા હતા.

ગત 19મીના અંજાર શિક્ષણ સમિતિ કચેરીમાં ઓવર સેટપના શિક્ષકો માટે વધઘટનો કેમ્પ યોજાયો હતો. આ કેમ્પ હેમખેમ રીતે પૂર્ણ થઈ ગયા બાદ અંદરો અંદર બદલી પામેલા શિક્ષકો પૈકીના અમુક શિક્ષકોએ વિવાદ ઉભો કર્યો હતો.

વિવાદ ઉભો કરેલ શિક્ષકોને સમિતિના જુથવાદની જાણ હોતા સામા પક્ષના વ્યક્તિ પાસે વિવાદનું વિવરણ કરવામાં આવ્યું હતું. જેથી સામા પક્ષના વ્યક્તિ દ્વારા રાજકીય પ્રેસર હાલના સમિતિના ચેરમેન ખટાઉ પર લાવવામાં આવ્યું હતું. અને યોજવામાં આવેલ બદલી કેમ્પને રદ કરવાના પ્રયત્નો કરવામાં આવ્યો હોવાનો સૂત્રોએ દાવો કયો છે. તેમ છતાં સમિતિ પીછેહટ ન થઈ બદલીના હુકમો કાયમ રાખ્યા છે. જેના કારણે હાલે વિવાદ ઉભો કરનાર શિક્ષકો પોતાની નિયત ફરજ પર હાજર થઈ ગયા છે.

બદલી બાબતે કોઇ પ્રેસર ન હોવાનો ચેરમેનનો દાવો| નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન કિશોર ખટાઉએ જુથવાદની વાત નકારી હતી અને બદલી બાબતે કોઈ પણ પ્રકારનો પ્રેસર નથી આવ્યો તેવું જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે અમુક શિક્ષકો દ્વારા સમિતિને વકીલ મારફતે નોટિસ મોકલવામાં આવી હતી. જેનો જવાબ શાસનાધિકારી દ્વારા આપવામાં આવશે. હાલે પ્રસૂતિની રજામાં રહેલા એક શિક્ષિકાએ વાંધા સાથે બદલીનો ઓર્ડર સ્વીકાર્યો છે. બાકીના તમામ શિક્ષકોએ બદલીનો ઓર્ડર પોતાની સહીઓ કરી, સ્વીકારીને ફરજ પર હાજર થઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો