તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગંગા સતીમાને નમતા ગોહીલ પરીવાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગંગા સતીમાને નમતા ગોહીલ પરીવાર
લાખીયારવીરા તા. નખત્રાણા મધ્યે તા. 19-4ના ચૈત્ર સુદ પુનમને શુક્રવારે ગંગાસતીમાને નમતા મ.ક.સ.સુ. જ્ઞાતી ગોહીલ પરીવારના વાર્ષિક તીથીના નિવેદ બપોરે 12 કલાકે દરેક ગોહીલ પરીવાર હાજર રહેવું.

ગાયત્રી શક્તિપીઠ માધાપર
ગાયત્રી શક્તિપીઠ માધાપર મધ્યે તા. 21-4ના રવીવારે સવારે 7.30 વાગ્યે સંસ્કાર સહિત ગાયત્રી યજ્ઞ તથા 9થી 10.30 વાગ્યે નિ:શુલ્ક હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પ જેમાં ડો. બીજલબેન ગોર સેવા આપશે, તેમજ તા. 22-4ના સોમવારે સાંજે 6 વાગ્યે ગાયત્રી મંત્ર જાપ ગાયત્રી શક્તિપીઠ મધ્યે.

સત્યનારાયણની સામુહીક કથા
તા. 19-4ના સવારે 8 વાગ્યે અને સાંજે 4 વાગ્યે સત્યનારાયણ ભગવાનની સામુહીક કથા સત્યનારાયણ ભગવાન મંદીર, રામધુન પાસે.

સહયોગનગર-ભુજ
સ્વયંભુ હનુમાન મંદિર હનુમાન જયંતી નિમિતે સવારે 8 કલાકે હોમહવન તા.19-4ના શુક્રવારે રાત્રે 8 કલાકે મહાપ્રસાદ, રાત્રે 10 કલાકે સંતવાણીનું આયોજન કરવામાં આવેલ.

કષ્ટભંજન હનુમાન મંદિર ટ્રસ્ટ
તા.19-4ના શુક્રવારે સવારે 9 કલાકે સુંદરકાંડના પાઠ, સાંજે 5થી 7 મારૂતી હવનનું આયોજન, રાત્રે 7થી 8 સંગીતમય મહાઆરતી અને 8.30થી હનુમાન જયંતી નિમિતે મહાપ્રસાદ.

રામકૃષ્ણ યુવક મંડળ
રામકૃષ્ણ યુવક મંડળ ભુજ સંચાલિત લક્ષ્મીબેન રેવાશંકર ઠક્કર મા શારદા ચિકિત્સાલય, રામકૃષ્ણ પ્રાર્થના મંદીર સંસ્કાર નગર-ભુજ મધ્યે સોમવારથી શનિવાર દરરોજ સાંજે 6થી 8 દરમિયાન ડો. રીનાબેન ચંદે દ્વારા દર્દીઓને તપાસણી કરાશે.

સિવણ-મડ વર્કના કલાસ શરૂ
રામકૃષ્ણ યુવક મંડળ ભુજ સંચાલિત મા શારદા પ્રશિક્ષણ કેન્દ્ર રામકૃષ્ણ સેવા સંકુલ કોડકી રોડ ભુજ મધ્યે સિવણ ક્લાસ અને મડવર્કના ક્લાસ બપોરે 3થી 6 સુધી ચાલુ છે, 8થી 10 જેટલી સંખ્યા થવાથી આવવા જવા માટે વ્યવસ્થા ગોઠવાશે. સંપર્ક 98980 12832.

માધાપરમાં સંગીતમય સુંદરકાંડ
આશાપુરા શક્તિ મિત્ર મંડળ માધાપર દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ મંગલમૂર્તિ પવનપુત્ર હનુમાનજી માતાજીની અસીમ કૃપાથી તા. 19-4ના શુક્રવારે પરમ પાવન દિવસે હનુમાન પ્રાગટય દિને રાત્રે 8.30થી 12 વાગ્યા સુધી સંગીતમય સુંદરકાંડના પાઠનું આયોજન માધાપર ગાયત્રી શક્તિપીઠની સામે બસ સ્ટેન્સ પાસે.

માંડવી મધ્યે નિ:શુલ્ક યોગ વર્ગ
દરરોજ નીસુલ્ક યોગ પ્રાણાયામ ક્લાસ ચલાવવામાં આવે છે આ વર્ગ શિશુમંદિર, બાબાવાડી, માંડવી મધ્યે દરરોજ સવારે 6 થી 7 દરમ્યાન.

અંજારમાં દરરોજ વિનામૂલ્ય યોગ
દરરોજ નિ:શુલ્ક યોગ પ્રાણાયામ વર્ગ અંજારના નગરપાલિકા ગાર્ડનમાં, ફુવારાના ચોકમાં, ટાવરની સામે સવારે 6 થી 7.15 દરમિયાન આ યોગ વર્ગ.

અંતરજાળમાં રોજ નિ:શુલ્ક યોગ
સરસ્વતી શિશુમંદિર સ્કુલ તુલસીધામ સોસાયટી,સર્વે નંબર- 14/6,(ક્રિષ્ના પાર્ક સોસાયટીની બાજુમાં),મુન્દ્રા રોડ, અંતરજાળ ગામ મધ્યે માં રોજ શાંજે 5.15થી 6.30 સુધી યોગ વર્ગ.

અાથા પરિવાર ઉગેડી
તા.18-4 ના સાંજે હનુમાનજીનો લોટ તથા દાદા બાપાના મંદિરને ધુપ અને પહેડી તથા તા.19-4 ના સવારે જીણીબદલી હોમહવન ધજાબદલી ધુપપ્રસાદ બાદ મહાઅારતીનું અાયોજન કરેલ.

લક્ષ્મીબાલાજી મંદિર અંજાર
સત્યનારાયણની કથાનું અાયોજન કરવામાં અાવેલ અાગામી હનુમાન જયંતિનાં શુભ દિવસે સમુહ સત્યનારાયણ ભગવાનની કથા સાંજે 4.30 કલાકે તથા હનુમાન ચાલીસા પાઠનું કાર્યક્રમ

અંજાર જડેશ્વર મહાદેવ મંદિર
અાગામી હનુમાન જયંતિની ઉજવણી તા.19-4 ના વિવિધ ધાર્મિક કાર્યક્રમો દ્વારા કરવામાં અાવશે

હનુમાન જન્મ જયંતિ
તા. 19-4 ના સાંજે 5 થી 8 રાજપુત ક્ષત્રિય સમાજવાડી માધાપર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાશે.

ટંકશાળ હનુમાન મંદિર
જુની મામલતદાર અોફિસ ઇસ્ટદેવ હનુમાનની જન્મ જયંતિ નિમિતે તા.19-4 ના સવારે 9 કલાકે પુજન અારતીનું અાયોજન.

અાશાપુરા માતાજી મંદિર
ગોણીયાસર(તા.માંડવી) અાશાપુરા માતાજી મંદિરે દરશડીના અાશાપુરા ભજન મંડળીના ભજન તા.19-4 ના રાત્રે 10 કલાકે.

સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ
તા.19-4 ના બપોરે 4 થી 6 દરમિયાન અાંખના અન્ય રોગો માટે નેત્રરોગના નિષ્ણાંત રૂમ નં. 112 માં મળશે.

રૂપારેલ(ધારાણી) પરિવાર
સ્વ. લક્ષમીદાસભાઇ નરશીભાઇ રૂપારેલ પરિવાર ભુજ હસ્તે પ્રવિણભાઇ તરફથી 18-4 ના સાંજે 7.30 કલાકે પેડી છે.

રોકડીયા હનુમાન મંદિર ભદ્રેસર
તા.23-4ના ભદ્રેસર મધ્યે અાવેલ રોકડીયા હનુમાન મંદિરે હનુમાન જયંતિ નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાશે.

રામાનંદી સાધુ સમાજ
રામાનંદી સાધુ સમાજ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા આગામી તા.19/04ના હનુમાન જયંતિના અવસરે ભારતનગરમાં આવેલી રાપરીયા હનુમાન મંદીરે વિવિધ રીતે ઉજવણી કરવામાં આવનાર છે. ટ્રસ્ટ દ્વારા તમામ રામાનંદી પરિવાર તથા ભાવિક ભક્તોને ઉજવણીમાં સામેલ થઈ લાભ લેવા જણાવાયુ છે. તા.18/04ના રાત્રે 10 કલાક સંતવાણીનું આયોજન પણ કરાયુ છે. જેમા સામેલ થવા પણ સહુ ભાવીકોને જણાવાયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...