તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધીધામની ડોલી બની ‘મીસીસ ઈન્ડીયા યુકે\', અન્ય બે ખિતાબ પણ મેળવ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામની પુત્રી ડોલી આહુજાએ મીસીસ ઈન્ડિયા યુનાઈટૅડ કિંગ્ડોમનો ખિતાબ હાંસલ કરીને સંકુલ અને જિલ્લાનું જ નહિ પરંતુ સમગ્ર રાજ્ય માટે ગૌરવપ્રદ સિદ્ધી અંકે કરી હતી. આ સાથે તેમણે મીસીસ ગ્લેવમર્સ, મીસીસ બ્રાન્ડ એમ્બાડસરનો ખીતાબ પણ હાંસલ કર્યો હતો. ગત મહિને આ કોમ્પિટીશનના ફાઈનલ્સમાં જ્યારે ડૉલી પહોંચી ત્યારથીજ સહુની નજર તે તરફ આશાવાદી બનીને મંડાઈ હતી. જેના ઈન્ટરવ્યુ રાઉન્ડમાં વૈશ્વીક શાંતિ અને સામાજીક સોહાર્દ તેમજ કચ્છ માટૅ એક પ્રસ્તુતિને તેમણે ડૅડીકૅટ પણ કરી હતી. ડોલી અને તેમના પતિ સુરજ આહુજા વર્ષો સુધી ગાંધીધામ રહ્યા અને અહિથી જ અભ્યાસ કર્યો હતો, જે હાલ યુકેમાં સ્થાયી થયા છે.

અન્ય સમાચારો પણ છે...