તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સારા વિચારોને બળ આપવા શિયાળાની વહેલી સવારે જાગ્યું ગાંધીધામ!

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાલ જ્યારે શિયાળાના શિતળ પવનોથી બચવા રાત્રે તો શું દિવસે પણ લોકો ઘરેથી નિકળવાનું ટાળી રહ્યા છે ત્યારે સારા વિચારો, સ્વછતા અને આરોગ્ય અંગે જાગ્રુતિના સંદેશ સાથે અલાયદા સાઈકલ રેલી અને બાઈક રેલી યોજાઈ હતી. નેશનલ મેડીકોઝ ઓર્ગેનાઇઝેશન અને આરોગ્ય ભારતી દ્વારા વિવેકાનંદ જયંતિના ઉપલક્ષમાં યોજાયેલી સાઈકલ રેલીને વિવેકાનંદ સર્કલથી નગરપ્રમુખ કાનજીભાઈ ભર્યા અને શ્રી રામકૃષ્ણ સેવા કેન્દ્ર ના ટ્રસ્ટી પ્રિન્સિપાલ ડો.મનીષ પંડ્યાએ પ્રારંભ કરાવ્યો હતો. તો બીજી તરફ આદિપુરથી બુલેટ બાઈક પર યુવાનોની સ્વચ્છતાના સંદેશ સાથેની રેલી નિકળી હતી. જેમણે વહેલી સવારે ઝંડાચોક પહોંચીને સ્થળની સાફ સફાઈ કરી હતી. જેમાં ગૌરવ શર્મા, શક્તિ પરિહાર,કુનાલ ઝાલા, વિરેંદ્રસિંહ, પ્રીયાંશ સહિતના યુવાનો જોડાયા હતા. સાઈકલ રેલી આદિપુરના રામકૃષ્ણ સેવા કેન્દ્ર પુરી કરાઈ હતી. જેમાં વહેલી સવારના ઉત્સાહપુર્વક450જેટલા ભાઈ બહેનોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના અધ્યક્ષ જખાભાઈ આહીર,કોલેજ બોર્ડના એલ.એચ.દરિયાની, આઈ.એમ.એ. પ્રમુખ ડો.ભાવિક ખત્રી, ધર્મેન્દ્રભાઈ ઠક્કર, ડો.હેમાંગ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ભાગ લેનાર સૌને મેડલ આપીને સન્માનીત કરાયા હતા. કાર્યક્રમનું સંચાલન ડો.ચેતન વોરા એ કર્યું હતું, ડો.હિરેન મહેતાએ આભાર માન્યો હતો. આયોજનમાં એન.એમ.ઓ.તરફથી ડો.ચંદ્રકાંત ઠક્કર, ડો.નરેશ જોશી, ડો.દિનેશ હરાણી,ડો.હિતેષ શાહ,ડો.નીતિન ઠક્કર, ડો.જીગ્નેશ મહેતા વગેરે સહભાગી થયા હતા. ટ્રાફિક વ્યવસ્થા તોલાણી કોમર્સ કોલેજના એન.સી.સી. ઇન્ચાર્જ ગૌરવભાઈ અને એન.સી.સી. કૅડેટસ એ સંભાળી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો