• Home
  • Kutchh
  • Gandhidham
  • Gandhidham News gandhidham thahee maheswhari mahajan39s 39mahesh ninthi39 nominated by the society 063020

ગાંધીધામ થરી માહેશ્વરી મહાજન દ્વારા ‘મહેશ નવમી’ નિમિતે સમાજની

Gandhidham News - gandhidham thahee maheswhari mahajan39s 39mahesh ninthi39 nominated by the society 063020

DivyaBhaskar News Network

Jun 18, 2019, 06:30 AM IST

ગાંધીધામ થરી માહેશ્વરી મહાજન દ્વારા ‘મહેશ નવમી’ નિમિતે સમાજની નવ સંસ્કરણ પામેલી ભારતનગર ખાતે સમાજવાડીમાં હવન, સરસ્વતી સન્માન, સમુહ પ્રસાદ, અને વાર્ષિક સામાન્ય સભા જેવા કાર્યક્રમો યોજાયા હતા. મહેશનવમીના ઉપલક્ષમાં સાંજે રવાડી નિકળી હતી,જે શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. તો સરસ્વતી સન્માન કાર્યક્રમમાં વિવિધ સ્તરે કાંઠુ કાઢવામાં સફળ રહેલા છાત્રોનું સન્માન કરાયુ હતુ. તો મળેલી વાર્ષિક સભામાં 2019-21 માટૅ 23 સભ્યોની કારોબારીની રચના કરાઈ હતી. આ બેઠકમાં પ્રમુખ તરીકે ડો. હસમુખ વી. કેલા, ઉપપ્રમુખ તરીકે ગોવિંદ વી. કેલા, સુરેશ આર. ભઠ્ઠર, મંત્રી પદે મુરલીધર બી. જગાણી, સહમંત્રી અનિલ એ. મથરાણી, પ્રકાશ પી. મોહતા, ખજાનચી પદે અનિલ કચોરીયાની વરણી કરાઈ હતી.

X
Gandhidham News - gandhidham thahee maheswhari mahajan39s 39mahesh ninthi39 nominated by the society 063020
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી