ગાંધીધામ નગરપાલિકાની વિકાસ કામ પ્રત્યે બેદરકારી

Gandhidham News - gandhidham municipality39s development work negligence 062015

DivyaBhaskar News Network

Jul 22, 2019, 06:20 AM IST
ગાંધીધામ પાલિકા દ્વારા વિકાસ કામની પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. જે તે કામ માટે આપવામાં આવેલી મંજુરી પછી કામો ઝડપથી પૂર્ણ થવા જોઇએ તે દિશામાં કામગીરી થવી જોઇએ તે થતી નથી. કેટલીક વખત રહીશોને પારાવાર હાલાકીનો સામનો પણ કરવો પડે છે. કોન્ટ્રાક્ટરો સાથે મીલીભગતનું રાજકારણ રમતા પદાધિકારીઓને લીધે વિકાસ કામમાં વિલંબ પણ થતો હોય છે. 7-બી વિસ્તારમાં સોસાયટીના રહીશો દ્વારા જ પાલિકામાં ભલામણ કરવામાં આવ્યા પછી સિમેન્ટ કોંક્રીટનો રસ્તો બનાવવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ સુંદરપુરી પાણીના ટાંકા સુધી મંજુર થયેલો રોડનું કામ વિલંબમાં પડ્યું છે ત્યારે સામાન્ય વરસાદી ઝાપટાથી તુટેલા રોડ પર ખાબોચીયા ભરાઇ ગયા છે અને જાહેર રોડ પર લોકોને અવરજવર કરવી મુશ્કેલ બની છે. પાલિકાની આ બન્ને સિક્કાની બીજી બાજુ છે.

X
Gandhidham News - gandhidham municipality39s development work negligence 062015

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી