આઇઓસીએલમાંથી Rs. 77 હજારના કેબલ ડ્રમ ચોરાયા

Gandhidham News - from iocl rs 77 thousand cable drums were stolen 063102

DivyaBhaskar News Network

Dec 15, 2019, 06:31 AM IST
કંડલામાં આવેલી આઇઓસીએલ કંપનીમાં ટીએલએફ-2 માં રાખેલા અલગ અલગ સાઇઝના કેબલના 42 ડ્રમમાંથી રૂે32,900 ની કિંમતના 6 એમએમ કોપર કેબલના 2 ડ્રમ અને રૂ.44,800 ની કીંમતના 10 એમએમ કેબલનું 1 ડ્રમ મળી કુલ રૂ.77,700 ના કેબલ ડ્રમની ચોરીને તસ્કરોએ અંજામ આપ્યો હોવાની ફરિયાદ કંડલા મરિન પોલીસ મથકે નોંધાઇ છે.

મુળ થાણાના અને હાલે ગાંધીધામની સથવારા કોલોનીમાં રહેતા અને મુંબઇની કોન્સ્ટલેક એન્જિનિયર્સ પ્રા.લી. કંપનીમાં લેડ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા 30 વર્ષીય સૌરજીત ભારતચંદ્ર બારીકે ફરિયાદ નોંધાવી છે કે, કંડલામાં આવેલી આઇઓસીએલ (એલપીજી) કંપનીમાં તેમની કંપનીનું ઇલેક્ટ્રિકલ અને ઇન્સ્ટ્રુમેન્ટેશનનું કામ ચાલુ હોઇ તા.21/11 ના કોપર તથા એલ્યુમિનિયમ કેબલની જરૂર હોઇ અલગ અલગ સાઇઝના કોપર તથા એલ્યુમિનિયમના કેબલોના 42 ડ્રમ આઇઓસીએલના ટીએલએફ-2માં ખુલ્લામાં રાખવામાં આવ્યા હતા. તા.30/11 ના ચેક કર્યા ત્યાં સુધી તમામ ડ્રમ બરોબર હતા પરંતુ તા.2/12 ના આવીને જોયું તો 42 ડ્રમમાંથી રૂ.32,900 ની કિંમતના 6 એમએમ કોપર કેબલના 2 ડ્રમ અને રૂ.44,800 ની કિંમતના 10 એમએમ કેબલનું એક ડ્રમ મળી કુલ રૂ.77,700 ના કેબલ ડ્રમ ચોરી થયા હોવાનું જાણવા મળ્યુ઼ હતું. કંડલા મરિન પોલીસે અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

X
Gandhidham News - from iocl rs 77 thousand cable drums were stolen 063102

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી