ભચાઉ તાલુકાના ખડીર અને રાપરના પ્રાંથળ વિસ્તારને જોડતો ધોળાવીરાથી

Rapar News - from dholavira connecting khadir and rapper area of bhachau taluka 072522

DivyaBhaskar News Network

Dec 15, 2019, 07:25 AM IST

ભચાઉ તાલુકાના ખડીર અને રાપરના પ્રાંથળ વિસ્તારને જોડતો ધોળાવીરાથી રાપર સુધીના માર્ગમાં અનેક ઠેકાણે ગાબડા પડી જતાં ગાડાવાટ જેવો બની ગયો છે પરિણામે અા બે ગામ વચ્ચેનું 90 કિલો મીટરનું અંતર કાપતાં વાહન ચાલકને ત્રણ કલાક જેટલો સમય લાગી જાય છે. ચોમાસું વીતી ગયું હોવા છતાં રોડની અા દુર્દશા જોઇને હવે મરંમત માટે કોની રાહ જોવાય છે તેવો સવાલ જાગૃત ગ્રામજનો કરી રહ્યા છે.

ભચાઉ તાલુકાના ડુંગરાણી વાંઢ, ખારોડા, કલ્યાણપર, ચાંપાર, ફાફરાવાંઢ, જનાણ, બાંભણકા, રતનપર, ગણેશપર, ગઢડા, વેરશીવાંઢ, લાલાવાંઢ, છાવાવાંઢ, અમરાપર તેમજ રાપર તાલુકાના વેરસારા, લોદ્રાણી, બાલાસર, રાસાજીગઢડા, જાટાવાડા, બેલા, માૈવાણા, દેશલપર, ડાવરી, રવ, નંદાસર, રવેચીધામ સહિતના ગ્રામ્ય વિસ્તારો અા માર્ગ પર અાવેલા છે. ખડીર પોલીસ સ્ટેશન, બીઅેસઅેફની ચોકીઅો અને હડપ્પન સાઇટ પણ અા રસ્તા પર જ અાધારિત છે. 90 કિલો મીટરનો અા રસ્તો છેલ્લા કેટલાક સમયથી બીસમાર બની જતાં લોકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે જેની જાણ હોવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. ચોમાસું વીતી જતાં રોડનું કામ મંજૂર થઇ ગયું છે પણ ક્યાંક ક્યાંક થીગડ થાગડ સિવાય અાગળ વધતું નથી. જે અંતર દોઢ-બે કલાકમાં કપાઇ જાય તેના માટે ત્રણ કલાક જેટલો સમય લાગતો હોવાથી રોષે ભરાયેલા અા વિસ્તારના ગ્રામજનો તાત્કાલિક ઉકેલ લાવવાની માગ કરી રહ્યા છે.

X
Rapar News - from dholavira connecting khadir and rapper area of bhachau taluka 072522

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી