તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્લોટ માટે લઘુબંધુએ મોટા ભાઇને માર માર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજારના સરકારી ગેસ્ટ હાઉસ સામે આવેલા 900 ચો.મી. પ્લોટ મુદ્દે નાના ભાઇએ પોતાના સગા ભાઇને માર મારી જમીન ખાલી કરવાનું કહી મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટના અંજાર પોલીસ મથકે નોંધાઇ છે. અંજારના મધુબન પાર્કના પ્લોટ નંબર 28/30માં રહેતા અને કંસ્ટ્રક્શનનો વ્યવસાય કરતા 56 વર્ષીય ગીરીશભાઇ લાલજીભાઇ હડિયાની ફરિયાદને ટાંકી પીએસઓ અશોક સદાદિયાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, તેમની પોતાની માલીકીના અંજારની સીમમાં આવેલી સર્વે નંબર 984 પૈકી જમીનમાં આવેલો 900 ચો.મી.ના પ્લોટમાં તેમનો સગો નાનો ભાઇ કિરણ લાલજીભાઇ હડીયા અનઅધિકૃત રીતે જેસીબી લઇ આ પ્લોટમાં પ્રવેશ્યો હતો અને આ પ્લોટ મારો છે તેમ કહી ખાલી કરાવવા ધાકધમકી આપી ધક બુશટનો માર મારી જો આ પ્લોટ ખાલી નહીં કરે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...