તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સતત 10 વર્ષથી વધુ સમયથી દેશના નંબર વન બનેલા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સતત 10 વર્ષથી વધુ સમયથી દેશના નંબર વન બનેલા કંડલા પોર્ટમાં છેલ્લા કેટલાક સમયથી સેનાપતિ ન હોવાને કારણે અનેકવિધ પ્રશ્નો ઉભા થયા હતા. 14 મહિના સુધી ઇન્ચાર્જ ચેરમેનનો વહીવટ ચાલ્યા બાદ આખરે રેગ્યુલર ચેરમેન કંડલાને મળ્યા છે. નવા વરાયેલા ચેરમેન સંજય મહેતાએ આજે ચાર્જ સંભાળીને બંદરના વિકાસ માટે પ્રાથમિકતા આપવાનું નક્કી કર્યું છે. પોર્ટને આગળ વધારવા માટે શું પગલા ભરી શકાય અને કઇ કઇ બાબતો પર વધુ ધ્યાન આપી શકાય તે હેતુથી પણ તેઓએ હોમવર્ક શરૂ કરી દીધું હોવાના સંકેત મળી રહ્યા છે. ચેરમેનની શુભેચ્છા મુલાકાત લેવા માટે અગ્રણીઓનો ઘસારો પણ જોવા મળ્યો હતો. નવા વરાયેલા ચેરમેનને જુદા જુદા પડકારનો સામનો કરવો પડે તેવી સ્થિતિ છે. પોર્ટ યુઝર્સ અને કર્મચારીઓના ઢગલાબંધ પ્રશ્નો ઉકેલવા માટે પગલા ભરવા જોઇએ તે ભરાતા નથી. પોર્ટ પર વર્ચસ્વ જમાવનાર કેટલાક પોતાની મોનોપોલી જાળવી રાખવા માટે પડદા પાછળ પણ પ્રયત્ન કરતા હોવાથી કેટલીક વખત અધિકારીઓને નમતુ જોખવું પડે તેવી સ્થિતિ પણ ઉભી થાય છે. પોર્ટ પર લાંબા સમયથી લાઇટ ન હોવાથી વિવિધ પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. અકસ્માત પણ વધી રહ્યા છે. આ સહિત કેટલીક મહત્વની જગ્યાઓ ખાલી પડી છે. તે અંગે તેઓએ પ્રાયોરીટી આપીને એક પછી એક પ્રશ્નો ઉકેલવા માટે પગલા ભરવા પડશે.

115 એમએમટી કાર્ગો હેન્ડલ કરીને ફરી એક વખત દેશભરના સરકારી બંદરોમાં કંડલાનો ડંકો વાગ્યો છે તેની પાછળ કર્મચારીઓ, અધિકારીઓ, પોર્ટ યુઝર્સનો મહત્વનો ફાળો રહ્યો છે. લાખો રૂપિયા રળતા પોર્ટમાં જે સુવિધા આપવી જોઇએ તે આપવામાં કંડલા પોર્ટ પાછું પડી રહ્યું હોવાની ફરિયાદ પણ ઉઠી રહી છે. પોર્ટ પર લાઇટના અભાવે અવારનવાર અકસ્માતો થાય છે અને અગાઉ કોઇ અધિકારી દ્વારા લાવવામાં આવેલા કોન્ટ્રાક્ટરને રાતોરાત ઉચાળા ભરી જવા પડ્યા હતા. ત્યાર બાદ ઉભી થયેલી સ્થિતિમાં લાંબા સમયથી ટેન્ડરની પ્રક્રિયાથી પોર્ટ ઉંચુ આવતુ નથી. જેને લીધે પોર્ટ પર લાઇટની સુવિધાઓનો પ્રશ્નો પણ લાંબા સમયથી ઉદ્દભવેલો છે. આ ઉપરાંત સિક્યોરીટી એજન્સી રાખવાના મુદ્દે પણ કંડલા પોર્ટમાં હુંસાતુંસીનું રાજકારણ અધિકારીઓમાં ખેલાતા પોર્ટની મહત્વની સોનાની લગડી જેવી જમીનો પૈકી કેટલીક જમીનોમાં દબાણ પણ વધી રહ્યા છે પરંતુ કોઇ પગલા ભરી શકાતા નથી. કાચા કામદારોને પાકા કરવાના મુદ્દે વર્ષોથી કર્મચારી યુનિયનો દ્વારા પણ રજૂઆતો કરવામાં આવે છે પરંતુ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી. વળી, કીપોસ્ટ સમાન ગણાતી કેટલીક મહત્વની જગ્યાઓ ખાલી હોવાથી તેની સીધી કે આડકતરી અસર પોર્ટના વિકાસ પર પડી રહી છે. તે અંગે પણ ચેરમેને યોગ્ય પગલા ભરવા પડશે. ફ્રી હોલ્ડની પ્રક્રિયામાં જમીન વિભાગમાં ફાઇલના ઢગલા થઇ જતા હોવાથી અવારનવાર પ્રશ્નો ઉભા થાય છે. વળી, કેટલાક અધિકારી અને કર્મચારીઓ તો માત્ર હાજરી પુરાવવા જ આવે છે અને ત્યાર બાદ અન્ય પોતાના બીજા ધંધામાં પ્રવૃત બને છે જ્યારે બીજી તરફ સનીષ્ઠ કર્મચારીઓ પર કામનું ભારણ વધી રહ્યું છે. આ બાબતે પણ નવા ચેરમેને નજર નાખવી પડશે. પોર્ટના વિકાસને અવરોધતા પરીબળોને નાથવા માટે ચેરમેને કમર કસવી પડશે.

અન્ય સમાચારો પણ છે...