તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગામી લોકસભાની ચૂંટણી અનુસંધાને બે ગુનેગારોને અંજારના નાયબ કલેક્ટર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આગામી લોકસભાની ચૂંટણી અનુસંધાને બે ગુનેગારોને અંજારના નાયબ કલેક્ટર ડૉ. વી.એ. જોશીના હુકમથી 2 મહિના માટે તડિપાર કરવામાં આવ્યા છે. સામજી ધના કોલી ઉ. 22, રહે. ગામ ટપ્પર, તા. અંજાર ઉપર કુલ મળીને 13 જેટલા અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા. જે પૈકી 6 કેસ સાબિત થયા હતા હજી 7 કેસ તેના ઉપર ચાલુ છે. જ્યારે મોસીન ઉર્ફે મુની ઉમર ચાવડા રહે. નવા કંડલા, ગાંધીધામ વાળા પર ત્રણ ગુના નોંધાયેલા છે. જે પૈકી તમામ ગુના સાબિત થઈ ગયા હતા અને કોર્ટ દ્વારા દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. આ બન્ને ઇસમોને તડીપાર કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...