તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડોકટરોની હડતાલ પગલે અંજારના તબીબોનું આવેદન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પશ્ચિમ બંગાળમાં ડોક્ટર પર થયેલા હિચકારા હુમલા બાદ સમગ્ર ભારતમાં તેના પડઘા પડ્યા છે અને તમામ તબીબો દ્વારા સલામતી પૂરી પાડવાની માંગ સાથે વિરોધ નોંધાવાઇ રહ્યો છે. તે અંતર્ગત આજે અંજારના તમામ ખાનગી તબીબો પણ ઇમરજન્સી સિવાય તમામ સારવારથી અળગા રહી વિરોધ નોંધાવ્યો હતો. તેમજ અંજાર ડેપ્યુટી કલેકટરને આવેદન પણ આપવામાં આવ્યું હતું.

ફરજ પરના ડોક્ટરોની સલામતી માટે કાયદો બને અને હુમલાખોરો પર પગલા લેવાય તેવી માંગ સાથે આજે આપમાં આવેલ આવેદનમાં અંજારના 40 જેટલા ખાનગી તબીબો જોડાયા હતા. આજના આ આંદોલનાત્મક કાર્યક્રમમાં ઇન્ડિયન મેડિકલ એસો. અંજારના તમામ સભ્યો હડતાલમાં જોડાયા હતા. જો કે આ તબીબો ઇમરજન્સી સેવા અથવા કુદરતી આફતના સમયે જરૂર પડે સેવા આપવા તૈયાર હોવાની તેમના દ્વારા વાત કરવામાં આવી હતી. તો બીજી તરફ અંજારમાં ખાનગી તબીબો દ્વારા 24 કલાક પૂરતી હડતાળના પગલે દર્દીઓની હાલત કફોડી બની હતી. ઉપરાંત ગામડાઓ માંથી આવતા અને હળતાલથી અજાણ લોકો પણ રઝળી પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...