તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભચાઉમાં જુથ અથડામણમાં ફાયરિંગ કરાયુ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉના મહારાણા પ્રતાપ ગેટ પાસે 2 જૂથ વચ્ચે થયેલી અથડામણમાં ફાયરિંગ થતાં ચકચાર મચી ગઇ હતી જે વિસ્તારમાં આ બનાવ બન્યો હતો ત્યાં સોપો પડી ગયો હતો.

બનાવ અંગે મળતી વિગતો મુજબ ભચાઉના મહારાણા પ્રતાપ ગેટ પાસે 2 જૂથો વચ્ચે અથડામણ થયા બાદ એક જૂથની કારના કાચ તોડી પાડવામાં આવ્યા હતા તો સામે પક્ષે ફાયરિંગ પણ કરાયું હોવાનું જાણવા મળ્યુ હતું. શનિવારે રાત્રી ના 11 વાગ્યા આસપાસ બનેલા આ બનાવ બાદ આ વિસ્તારમાં સન્નાટો છવાઇ ગયો હતો. સુત્રોના જણાવ્યા મુજબ બનાવને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. કરછમાં અન્ય જગ્યા પર થયેલ ફાયરિંગના બનાવો બાદ જાણે ફાયરિંગ સામન્ય બાબત બની રહી હોય તેવું ચિત્ર ઉપસ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...